બાઈક પર રોમાન્સનો વિડિયો વાયરલ કરનારા યંગ કપલે છેવટે શું કર્યું

સુરત-

સુરત શહેરના અડાજણ પાલ રોડ પર સંજીવકુમાર ઓડિટોરીયમ પાસે ૬ દિવસ પહેલા કોલેજીયન યુવક તેની ફિયાન્સી સાથે સ્પોટ્‌ર્સ બાઇક પર નીકળ્યો હતો. ત્યારે ફિયાન્સીને ચાલુ બાઇકે આગળ બેસાડી રોમાન્સ કરવા લાગ્યો હતો. આ વીડિયો યુવકે સોશિયલ મીડિયા પર મુકતા જાગૃત નાગરિકે પોલીસને જાણ કરી હતી. જેથી અડાજણ પોલીસે ૨૦ વર્ષીય અબ્દુલ રહેમાન મોહંમદ ઈમ્તિયાઝ મલેકની સામે કલમ ૨૭૯ હેઠળ ગુનો નોંધ્યો હતો અને ધરપકડ કરી હતી. ત્યારબાદ યુવકે જામીન મેળવ્યા બાદ વધુ એક વીડિયો સોશિયલ પર મૂકીને બે હાથ જાેડીને માફી માગી હતી.

રાંદેર બસ સ્ટોપ પાસે શેખ કાલા સ્ટ્રીટમાં રહેતો ૨૦ વર્ષીય અબ્દુલ રહેમાન મોહંમદ ઈમ્તિયાઝ મલેક તા. ૫મી માર્ચના રોજ સવારે તેની ફિયાન્સી સાથે કેટીએમ બાઇક પર નીકળ્યો હતો. નંબર વગરની સ્પોટ્‌ર્સ બાઈક પર પાછળ બેઠેલી યુવતી અચાનક ચાલુ બાઇકે આગળ આવી જાય છે અને ફિલ્મી સ્ટાઈલમાં કોલેજીયન યુવક સાથે રોમાન્સ કરવા લાગે છે. ‘તેરી મહોબ્બત મેં’ ગીત સાથે આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઇરલ થઈ રહ્યો છે. વધુમાં પોલીસે જણાવ્યું કે, પકડાયેલા અબ્દુલ રહેમાન મલેક એસ.વાય.બીકોમમાં અભ્યાસ કરે છે. પાછળ બેઠેલી યુવતી તેની ફિયાન્સી છે. પાલ વિસ્તારમાં સ્ટન્ટ કરનાર રહેમાન અને તેની ફિયાન્સીએ પોલીસે ધરપકડ કર્યા બાદ માફી માગી હતી. રહમાને કહ્યું કે, હેલમેટ અને માસ્ક વગર અમે જાેખમી સ્ટન્ટ કર્યા હતા. જે ખરેખર ન કરવા જાેઈએ.

જાેખમી સ્ટન્ટમાં કંઈ પણ થઈ શકે છે. પોલીસે મારી ધરપકડ કરતાં મને કાયદો તોડ્યો હોવાની જાણ થઈ હતી. જેથી મેં કાયદાનું પાલન કરતાં તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી છે. હું તમામને બે હાથ જાેડીનું કહું છે કે, મે કરેલી ભૂલ તમે ન કરશો. સ્ટન્ટ તો બીલકુલ ન કરશો. રહેમાનની ફિયાન્સીએ પણ કહ્યું હતું કે, આવું કોઈએ ન કરવું જાેઈએ. અમે તમામને કહીએ છીએ કે સેફ રહો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution