સુરત-
શહેરના રાંદેર રોડની યુવતીના બે ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેની જ બહેનને મેસેજ કરનાર આણંદના એન્જિનિયરિંગ યુવાનની સાયબર ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે, યુવાન યુવતીને એક તરફી પ્રેમ કરતો હતો. એકાઉન્ટ મામલે યુવતીએ સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે યુવાનની ધરપરડ કરી કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે ,યુવતી સાથે સગાઇ ન થતા અને તેણે વાતચીત બંધ કરી દેતા એક તરફી પ્રેમમાં પાગલ યુવાને આ કારસ્તાન કર્યું હતું. આરોપી ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયર છેઆરોપીની ધરપકડ કરવા સુરત સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે ડિજિટલ માર્કેટિંગનું કામ કરતા રાજ ડોડીયાની ધરપકડ કરી હતી. આરોપી ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયર છે. ઇન્સ્ટાગ્રામ ઉપર જ આરોપી અને યુવતી વચ્ચે પરિચય થયો હતો. ત્યારબાદ તેઓ એકબીજાના સમાજના હોવાથી એકબીજાના પસંદ કરતા હતા. પરિવારજનો સગાઈ માટે પણ તૈયાર થયા હતા પરંતુ કોઈક કારણસર સગાઈ ન થતા. આખરે આરોપી રાજે યુવતીને બ્લેકમેલ કરવા અર્થે તેના જ નામના બે બેન્ક એકાઉન્ટ બનાવી તેની જ બહેનને વિભત્સ મેસેજ કરવા લાગ્યા હતા.