સુરત-
સુરતમાં મહિલા અત્યાચારની સતત ઘટના બની રહી છે જેમાં પણ મહિલાને લગ્નની લાલચ અપાઇને તેની શારીરિક શોષણ કરવાની સતત ફરિયાદો સુરતના પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. ત્યારે સુરતમાં વધુ એક ફરિયાદ સામે આવી છે જેમાં એક શિક્ષિકાને લગ્નની લાલચ આપીને સહકર્મચારી શિક્ષકે દુષ્કર્મ આચરીયાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
સુરતના નવાગામ-ડિંડોલીના ગંગાનગર ખાતે રહેતા ૨૬ વર્ષીય યુવાને શિક્ષિકાને લગ્ન કરવાની લાલચ આપીને અવાર-નવાર બળાત્કારનો શિકાર બનાવી હતી. શિક્ષિકાએ લગ્ન કરવાની વાત કહેતા સહકર્મચારી શિક્ષક હિતેષે સમાજમાં બદનામ કરવાની ધમકી આપતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા ગુનો નોંધાયો હતો. જાે કે પોલીસે ગણતરીના દિવસોમાં જ નરાધમ એવા હિતેષને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાવ્હી હાથ ધરી હતી.
સુરતના નવાગામ-ડિંડોલી ખાતે ગંગાનગરમાં રહેતા હિતેષ રામદાસ મિશ્રા નામના ૨૬ વર્ષના યુવકે સને ૨૦૧૫માં એક શિક્ષિકા સાથે પરિચયમાં આવ્યા બાદ તેની સાથે પ્રેમ સંબંધ કેળવી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી હતી.યુવતીનો વિશ્વાસ સંપાદન કરી લીધા બાદ હિતેષ મિશ્રાએ તેણી સાથે અવાર-નવાર અલગ-અલગ જગ્યાએ શરીર સંબંધ બાંધ્યો હતો. શિક્ષિકાએ લગ્ન કરવાની વાત કરવા સાથે લગન માટે સતત દબાણ સાહરુ કરતા સહકર્મચારી એવા શિક્ષકે પોતાનું પોટ પ્રકાશ્યું હતું.
આ શિક્ષિકાને લગ્ન નહિ કરવા સાથે જાે લગ્ન માટે દબાણ કરશે તો તેણીને સમાજમાં બદનામ કરવાની ધમકી આપવામાં આવતી હતી. શિક્ષિકા ઉપર હવસ સંતોષ્યા બાદ હિતેષ મિશ્રા લગ્નની વાતથી ફરી ગયો હતો.દરમિયાન તરછોડાયેલી શિક્ષિકાએ આ મામલે ડિંડોલી પોલીસ મથકે ગત રાત્રે પોતાની સાથે કામ કરતો શિક્ષક એવા હિતેશ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જાેકે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વડધું તપાસ શરૂ કરી હતી. અને ગણતરીના દિવસોમાં આરોપી હિતેશ મિશ્રાને ઝડપી પાડ્યો હતો.