અમેરિકાની મુલાકાત પહેલા બાંગ્લાદેશમાં બળવો થયો અને શેખ હસીનાને ભારત શરણ લેવું પડ્યું એ સમયમાં વિરોધ પક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીની ભૂમિકા શું હતી તે ઉપરં પણ એક નજર નાખવા જેવી છે. બાંગ્લાદેશી અખબાર બ્લિટ્ઝ લાઈવના તંત્રી સલાહુદ્દીન શોએબ ચૌધરીએ દ્રઢતાથી અને મક્કમતાથી અને કોઈ જ જાતનો ડર રાખ્યા વગર લખ્યું હતું કે ભારતના મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી લંડનની મુલાકાત દરમિયાન બાંગ્લાદેશના કટ્ટરપંથી નેતા ખાલિદા ઝિયાના ભાગેડુ પુત્ર તારિક રહેમાનને મળ્યા હતા. તારિક રહેમાન ઈસ્લામિક આતંકવાદી છે અને દોષિત છે. તે ૨૦૦૭થી બાંગ્લાદેશથી ફરાર છે અને બ્રિટનમાં રહે છે. તારિક રહેમાને શેખ હસીના સરકાર વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવવા માટે ડેવિડ બર્ગમેન અને જાેન ડેનિલોવિચ જેવા ભૂતપૂર્વ અમેરિકી રાજદ્વારીઓને કામે રાખ્યા હતા.
રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં લંડનમાં આયોજિત આ ગુપ્ત બેઠક બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારને ઉથલાવી પાડવા માટે અમેરિકી ગુપ્તચર સંસ્થા સીઆઈએ અને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના વિશ્વવ્યાપી ષડયંત્રનો ભાગ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ખાલિદા ઝિયા જેલમાં રહ્યા તે દરમિયાન તારિક રહેમાનને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.
સલાહુદ્દીન શોએબ ચૌધરીએ કહ્યું હતું કે ખાલિદા ઝિયાનો રાજકીય પક્ષ કે જેણે વિદ્યાર્થીઓને ઉશ્કેરીને શેખ હસીના સરકારને ઉથલાવી હતી તે આતંકવાદી સંગઠન અલ કાયદા સાથે જાેડાયેલો છે. સલાહુદ્દીન શોએબ ચૌધરીએ દાવો કર્યો હતો કે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ તારિક રહેમાન સાથેની બેઠકમાં રાહુલ ગાંધીએ આ માટે પોતાની સંમતિ આપી હતી જે આજે બાંગ્લાદેશમાં જાેવા મળી રહી છે. એટલે કે શેખ હસીનાને હટાવવા માટે બંને વચ્ચે સમજૂતી થઈ હતી.
જ્યારે રાહુલ ગાંધીએ બાંગ્લાદેશના નવનિયુક્ત વડા પ્રધાનને અભિનંદન સંદેશ ટ્વીટ કર્યો ત્યારે બાંગ્લાદેશી અખબાર બ્લિટ્ઝ લાઈવના સલાહુદ્દીન શોએબ ચૌધરીએ રાહુલના ટ્વીટને રિટ્વીટ કરીને અત્યંત ગંભીર સંદેશ આપતા હિંમતથી લખ્યું હતું કે “હા, હું જાણું છું કે તમે દેશને નવ-તાલિબાન રાજ્યમાં ફેરવીને બાંગ્લાદેશને અસ્થિર બનાવવાની યોજના બનાવી રહ્યા છો અને પછી ભારતને અસ્થિર કરીને નરેન્દ્ર મોદીને સત્તા પરથી હટાવવાની યોજના બનાવી રહ્યા છો. તમે બાંગ્લાદેશમાં બીએનપીના નેતા તારિક રહેમાન સાથેની તમારી ગુપ્ત મુલાકાત વિશેની માહિતીનો જવાબ આપ્યો નથી, તમે તમારા સંદેશમાં આ શબ્દનો કેમ સમાવેશ કર્યો નથી, કે તમારા માટે હિંદુ જીવન મહત્વનું છે કે નહીં?"– જાે સલાહુદ્દીન શોએબ ચૌધરીએ કહેલી વાતો સત્ય હોય તો રાહુલ ગાંધીની ભૂમિકા ખૂબ જ સંદેહાત્મક ગણી શકાય.
રાહુલ ગાંધીની બાંગ્લાદેશના બળવામાં સંદેહાત્મક ભૂમિકા અને અમેરિકાની ચાર દિવસની યાત્રા દરમિયાન જે વાર્તાલાપ કર્યા કે પ્રેસ કોન્ફરન્સ કરી એ પ્રવચનો આપ્યા કે વિદ્યાર્થીઓના પ્રશ્નોના ઉત્તર આપ્યા - આ તમામમાં દેશનો વિશ્વાસ વિશ્વ સમક્ષ વધે એવું કઈં કર્યું નથી. દર વખતની જેમ જ તેઓ વિદેશની ધરતી પર જઈને ભારતને બદનામ કરતાં નિવેદનો આપી રહ્યા છે. એમને તો રાષ્ટ્રના હિત જાેખમાય એ રીતે આખી યાત્રા પૂર્ણ કરી છે.
રાહુલ ગાંધી 'ભાગલા પાડો અને રાજ કરો'ના બ્રિટિશ સિદ્ધાંતના આધારે દેશના લોકોમાં જાતિ આધારિત અને ધર્મ આધારિત ભાગલા પાડીને દેશ પર શાસન કરવા માગે છે. તેઓ વિદેશમાં બેસીને તે ભારતની સંસ્કૃતિ, મૂલ્યો અને એકતા અને ઓળખ સાથેસંકળાયેલા સંવેદનશીલ મુદ્દાઓ પર હુમલો કરીને દેશમાં ધાર્મિક અને વંશીયસંઘર્ષ અને ઉન્માદ પેદા કરવાનું ષડયંત્ર રચી રહ્યા હોય એવું સ્પષ્ટ રીતે દેખાઈ આવ્યું છે.
બાંગ્લાદેશના બળવા દરમિયાનની રાહુલ ગાંધીની શંકાસ્પદ ભૂમિકા અને અમેરિકા યાત્રા દરમિયાન “રાહુલ ગાંધી માટે રાષ્ટ્રીય હિત કરતાં સત્તા વધુ મહત્વની છે” એ આ બંને સમયમાં સ્પષ્ટ રીતે દેખાઈ આવ્યું છે. આથી જ હું બહુ જ સ્પષ્ટ રીતે કહી રહ્યો છું કે રાહુલ ગાંધી ઝડપથી મોહમ્મદ અલી ઝીણા બનવા તરફ આગળ વધી રહ્યા છે. આ ઘટના રાષ્ટ્રહિતની ચિંતા કરતાં તમામ નાગરિકો માટે ગંભીર અને અત્યંત ચિંતાજનક છે.