કડી-
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત કડી નગરપાલિકાના જનસુવિધા કેન્દ્ર ખાતે પરિવાર સાથે મતદાન કરીને લોકશાહીની પવિત્ર ફરજ નિભાવી હતી.આજના દિવસે તમામ નાગરિકોને પણ પોતાના મતાધિકારનો મહત્તમ ઉપયોગ કરી લોકતંત્રમાં પોતાની સહભાગીતાને મજબૂત રીતે નોંધાવી સમાજના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ હેતુ આપનાં વિસ્તારમાં આપને સબળ નેતૃત્વ પ્રદાન કરે તેવા લોકપ્રતિનિધિઓને પોતાના અમૂલ્ય મત થકી ચૂંટવા આહ્વાન કર્યુ હતું. તેમણે કહ્યું હતું કે, લોકતંત્રને સ્થાપિત કરવામાં સામાન્ય નાગરીકની પણ મોટી ભૂમિકા છે, જેને તે આજના દિવસે અદા કરી શકે છે. તેમણે ભાજપના વિજય પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.