દિલ્હી-
સંસદમાં બજેટની જાહેરાત દરમિયાન નાણામંત્રી નિર્મલા સિતારામને દાવો કર્યો હતો કે ગયા નાણાકીય વર્ષ દરમિયાન પણ સરકારે ખેડૂતોને મહત્તમ સહાય કરવાનો પ્રયાસ કર્યો છે. ખેડૂતોને ટેકાના ભાવો મહત્તમ અપાયા હોવાનો દાવો કરતા તેમણે કહ્યું હતું કે, ખેડૂતોને ગત વર્ષે 75 હજાર કરોડ રૂપિયા વધારે આપવામાં આવ્યા છે. મોદી સરકારે અગાઉની સરકાર કરતાં ત્રણગણી વધારે રકમ ખેડૂતોને વધારે આપી હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે સરકાર એવા પ્રયાસો કરે છે જેથી તેમને તેમના રોકાણ કરતા દોઢગણી રકમ વધારે મળી શકે. વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી શકાય એવા સરકારના પ્રયાસો હોવાનું તેમણે જણાવ્યું હતું.