મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ ક્યા ક્યા પ્રકારની છે?

દરેક વ્યક્તિની મૂળભૂત આવશ્યકતાઓમાં ખોરાક, રહેવા માટે છત, પાણી, કપડા અને આરોગ્ય સંભાળ જેવાં મૂળભૂત તત્વોનો સમાવેશ થાય છે. આ સિવાય સ્વસ્થ અને કાર્યક્ષમ જીવન જીવવું અશક્ય છે. આથી, સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ ભવિષ્યની પોતાની આ મૂળભૂત આવશ્યકતાઓને પહોંચી વળવા, સુરક્ષિત અને ઉજ્જવળ ભવિષ્ય માટે નાણાં બચાવી રાખવા માટે ક્રિયાશીલ રહેતો હોય છે અને પોતાની સંપત્તિમાં વધારો કરવા માટે સતત નાની-મોટી બચત તથા રોકાણ પ્રક્રિયા ચાલુ રાખતો હોય છે. ઘણાં લોકો પોતાનો ઘણો ખરો સમય પણ આ પ્રક્રિયામાં વાપરતાં હોય છે, રોકાણ કરવા માટે વ્યક્તિગત રીતે ‘બહુ સંશોધન અને ગહન ભ્યાસ’ કરવો સ્વાભાવિક છે પરંતુ આવશ્યક નથી! આવશ્યકતા છે તો તે માત્ર ‘આપણા નાણાં પાસે હમેશા કામ કરાવતા રહેવાની, નાણાંને ચલિત રાખવાની!, જરૂર છે માત્ર બચત અને રોકાણ દ્વારા પોતાની સંપત્તિ સુરક્ષિત રાખવાનાં અને સંપત્તિ વધારવાનાં રસ્તાઓ શોધવાની!.

‘નાણાકીય લક્ષ્યો’ને અસરકારક રીતે નિર્ધારિત કરવા માટે આપણે જાતે બચત અને રોકાણના વિષયમાં કદાચ પાવરધા ન પણ હોઈ શકીએ. પરંતુ શું બજારમાં ‘અધિકૃત નાણાંકીય બાબતોનાં નિષ્ણાંત/સલાહકાર’ નથી હોતા? તેઓને નજીવો ચાર્જ ચૂકવીને આપણા લાંબાગાળાનાં નાણાંકીય આયોજન અને લક્ષ્યોને પ્રાપ્ત કરી જ શકીએ ને? ‘અધિકૃત નાણાંકીય બાબતોનાં નિષ્ણાંત/સલાહકાર’ની સલાહ તેઓને ચૂકવેલ ફી કરતાં ઘણો વધુ લાભ પ્રાપ્ત કરાવી આપે છે. ‘અધિકૃત નાણાંકીય બાબતોનાં નિષ્ણાંત/સલાહકાર’ એકસાથે ઘણીબધી ‘એસેટ મેનેજમેન્ટ કંપનીઓ(છસ્ઝ્રજ)’ની હજારો ‘મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ’ની ઊંડી માહિતી ધરાવતાં હોય તેમાંથી રોકાણકારોની આવશ્યકતાઓ અને લક્ષ્યોને અનુરૂપ રોકાણ કરવામાં મદદ કરે છે.

મ્યુચ્યુઅલ ફંડ્‌સ રોકાણકારોમાં ‘સૌથી લોકપ્રિય પસંદગીનું સાધન’ છે. આમ તો, રોકાણકારો ‘મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ’ દ્વારા બજારમાં ઉપલબ્ધ તમામ રોકાણના સાધનોમાં રોકાણ કરી શકે છે, પરંતુ મુખ્યત્વે શેર-સ્ટોકસ, ગોલ્ડ, રિયલ એસ્ટેટ, કોર્પોરેટ બોન્ડ, સરકારી બોન્ડ જેવાં વિવિધ સાધનોમાં રોકાણ વધુ પ્રચલિત છે અને વિવિધ ‘મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ’માં સામાન્ય રીતે ઈક્વિટી-ઓરિએન્ટેડ ફંડ્‌સ, બેલેન્સ્ડ ફંડ્‌સ, લીક્વીડ ફંડ્‌સ, સેક્ટર ફંડ્‌સ જેવી વિવિધ સ્કીમ્સ વધુ પ્રચલિત છે. રોકાણ માટેની યોજનાઓને આધારે ‘મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ’ને મુખ્યત્વે વ્યાપક રીતે નીચે પ્રમાણે વર્ગીકૃત કરી શકાય છેઃ

‘એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (છસ્ઝ્રજ)’નાં માળખા દ્વારા ‘મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ’નું વર્ગીકરણઃ

ઓપન-એન્ડેડ સ્કીમ્સઃ આ પ્રકારની સ્કીમ્સ હંમેશાં કાર્યરત રહેતી હોય છે, અને વર્તમાન દ્ગછફ પર તમામ કામકાજના દિવસોમાં સતત સબસ્ક્રિપ્શન અને પુનઃખરીદી માટે ખુલ્લી રહે છે.

ક્લોઝ-એન્ડેડ સ્કીમ્સઃ ક્લોઝ-એન્ડેડ સ્કીમ્સની પાકતી તારીખ નિશ્ચિત હોય છે. આ સ્કીમ્સમાં પ્રારંભિક ઓફર સમયે યુનિટ્‌સ જારી કરવામાં આવે છે અને માત્ર પાકતી મુદ્દતે જ યુનિટ્‌સ રિડીમ(વર્તમાન દ્ગછફ પર તમામ કામકાજના દિવસોમાં) કરી શકાય છે. ક્લોઝ-એન્ડેડ સ્કીમ્સના યુનિટ્‌સનો પાકતી મુદ્‌ત પહેલા સ્ટોક એક્સચેન્જમાં વેચી/વેપાર કરી શકાય છે અને આ સુવિધા પ્રદાન કરવા માટે ફરજિયાત રીતે સ્ટોક્સ એક્સચેન્જમાં જે-તે સ્કીમનાં નામ જાેગ લિસ્ટિંગ થાય છે.

ઈન્ટરવલ સ્કીમ્સઃ આ સ્કીમ્સમાં ચોક્કસ સમયગાળા (અંતરાલ) દરમિયાન ખરીદી અને રિડેમ્પશનનાં ટ્રાન્ઝેક્શનની મંજૂરી આપે છે. ટ્રાન્ઝેક્શનનો સમયગાળો ઓછામાં ઓછો ૨ દિવસનો હોવો જાેઈએ અને બે ટ્રાન્ઝેક્શન વચ્ચેની અવધિ વચ્ચે ઓછામાં ઓછો ૧૫ દિવસનો અંતર હોવો જાેઈએ. ઈન્ટરવલ સ્કીમના યુનિટ્‌સને પણ ફરજિયાતપણે સ્ટોક્સ એક્સચેન્જમાં જે-તે સ્કીમનાં નામ જાેગ લિસ્ટિંગ થાય છે.

‘પોર્ટફોલિયો મેનેજમેન્ટ’ દ્વારા યોજનાનું વર્ગીકરણઃ ‘મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ’નાં પોર્ટફોલિયોનું મેનેજમેન્ટ સક્રિય(છષ્ઠંૈદૃી હ્લેહઙ્ઘજ) અથવા નિષ્ક્રિય રીતે (ઁટ્ઠજજૈદૃી હ્લેહઙ્ઘજ) આમ બે પ્રકારે થાય છે.

એક્ટીવ ફંડ્‌સઃ એક્ટીવ ફંડ્‌સમાં સિક્યોરિટીઝ ખરીદવી, હોલ્ડ કરવી કે વેચવી તે નક્કી કરવામાં અને સ્ટોક સિલેક્શન વગેરે કાર્યમાં ‘સક્રિય’ ફંડ મેનેજરની ભૂમિકા મહત્વની હોય છે. ફંડ મેનેજર એક્ટીવ ફંડ્‌સમાં પોર્ટફોલિયો બનાવવા અને તેનું સંચાલન કરવા માટે વિવિધ વ્યૂહરચના અને શૈલીઓ અપનાવે છે.

પેસિવ ફંડ્‌સઃ પેસિવ ફંડ્‌સ એક પોર્ટફોલિયો ધરાવે છે જે તેમાં દર્શાવેલ ‘ઇન્ડેક્સ અથવા બેન્ચમાર્ક’ની નકલ કરે છે દા.ત. - ઈન્ડેક્સ ફંડ્‌સ, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્‌સ(ઈ્‌હ્લજ) વગેરે... પેસિવ ફંડ્‌સમાં ફંડ મેનેજરની નિષ્ક્રિય ભૂમિકા હોય છે, કારણ કે સ્ટોક સિલેક્શન અને ખરીદી, હોલ્ડીંગ, સ્ટોક્સ ક્યારે વેચવા વગેરેનો ર્નિણય ‘બેન્ચમાર્ક ઈન્ડેક્સ’ દ્વારા લેવામાં આવે છે અને ફંડ મેનેજર/ડીલરને માત્ર ન્યૂનતમ ‘ટ્રેકિંગ ભૂલ’ સાથે તેને મેનેજ કરવાની કાર્યવાહી કરવાની હોય છે.

રોકાણના ઉદ્દેશ્યો દ્વારા વર્ગીકરણઃ ‘મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ’ ઓફર કરે છે જે રોકાણકારોના વિવિધ રોકાણ હેતુઓને પૂર્ણ કરે છે જેમ કે – રોકાણની મૂડીમાં વૃદ્ધિ, મૂડીનો બચાવ(કેપિટલ પ્રોટેક્શન), નિયમિત આવક, તરલતા, કર બચત વગેરે ‘મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ’ રોકાણકારોની જરૂરિયાતોને અનુરૂપ રોકાણમાં મદદ કરવા માટે, ગ્રોથ પ્લાન અને ડિવિડન્ડ પ્લાનના વિકલ્પો જેવી રોકાણ યોજનાઓ પણ ઓફર કરે છે.

ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો દ્વારા વર્ગીકરણઃ ‘મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ’ને તેમની અંતર્ગત પોર્ટફોલિયોની રચનાના આધારે વર્ગીકૃત કરી શકાય છે. વર્ગીકરણનું પ્રથમ સ્તર સ્કીમ જે ‘એસેટ ક્લાસ’માં રોકાણ કરે છે તેના આધારે હોય છે, જેમ કે ઇક્વિટી/ડેટ/મની માર્કેટ ઇન્સ્ટ્રૂમેન્ટ્‌સ અથવા ગોલ્ડ વગેરે જેવી મિલકતોમાં. વર્ગીકરણનું બીજું સ્તર પોર્ટફોલિયો બનાવવા માટે વપરાતી ‘વ્યૂહરચનાઓ અને શૈલીઓ’ના આધારે હોય છે. દરેક પોર્ટફોલિયોની રચના ‘મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ’નાં રોકાણના ઉદ્દેશ્યો પ્રમાણેની હોય છે. જેમ કે ઈન્કમ ફંડ, ડાયનેમિક બોન્ડ ફંડ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ,લાર્જ-કેપ/મિડ-કેપ/સ્મોલ-કેપ ઈક્વિટી ફંડ, વેલ્યુ ફંડ વગેરે પોર્ટફોલિયો રચના યોજનાના રોકાણના ઉદ્દેશ્યોમાંથી વહે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution