ગુજરાત કોંગ્રેસના પ્રવક્તાએ કેન્દ્ર સરકાર પર શું લગાવ્યા આક્ષેપો ? જાણો વધુ

અમદાવાદ-

ભાજપ સરકાર 2014માં સત્તા પર આવી ત્યારે પેટ્રોલ પર પ્રતિ લિટર 9.20 રૂપિયા અને ડીઝલ પર 3.20 રૂપિયાની આબકારી જકાત હતી. તે સમયે ક્રૂડ ઓઇલનો આંતરરાષ્ટ્રીય ભાવ પ્રતિ બેરલ 108 ડોલર હતો.ક્રૂડ ઓઇલનો આંતરરાષ્ટ્રીય ભાવ પ્રતિ બેરલ 42.62 ડોલરતેથી ભાજપે સત્તા સંભાળી ત્યારે પ્રતિ લિટર ક્રૂડ 40 રૂપિયા થાય. તેની સામે આજે ક્રૂડ ઓઇલનો આંતરરાષ્ટ્રીય ભાવ પ્રતિ બેરલ 42.62 ડોલર છે. આ જોતા પ્રતિ લિટર 26ના ભાવે તેની ખરીદી થાય છે. હવે જો ભાજપ સરકાર વેટ ઘટાડે તો પેટ્રોલ-ડીઝલ પ્રતિ લિટર 50 રૂપિયામાં આપી શકાય. આમ પ્રતિ લિટર 20 રૂપિયાના ભાવનું આંતરરાષ્ટ્રીય બજારનું પેટ્રોલ દેશના નાગરિકોને પ્રતિ લિટર 78.54, ડીઝલ 75.87 લિટરે વેચીને દેશના નાગરિકોને લૂંટવામાં આવી રહ્યા છે. આમ છેલ્લા છ વર્ષમાં પેટ્રોલ પર પ્રતિ લિટર 23.79 રૂપિયા અને ડીઝલ પર પ્રતિ લિટર 28.37 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો. મનીષ દોશીએ આ સાથે તેલિયા રાજાઓ સાથે શાસક પક્ષની મિલીભગતના લીધે પ્રજાને તહેવારોના સમયે જ તેલના ભાવનો ડામ મળ્યો છે. આજે તેના લીધે સીંગતેલના ડબાનો ભાવ 2,360 રૂપિયા થઈ ગયો છે. ફક્ત સીંગતેલ જ નહી, પેટ્રોલ-ડીઝલની સાથે ગેસ દૂધ, દાળ, ચોખા, અનાજ, શાકભાજી બધાના ભાવ વધ્યા છે. આમ ભાજપના રાજમાં મોંઘવારીએ માઝા મૂકી છે અને સંગ્રહખોરો બેફામ બન્યા છે. બટાકા-ડુંગળીના ભાવે સો રૂપિયે આંબવા આવ્યા છે. શાકભાજીના ભાવમાં 60 ટકા વધારો, વિવિધ દાળોના ભાવમાં 30થી 50 ટકા વધારો થયો છે. 2014માં ડુંગળીના ભાવ પ્રતિ કિલો 8 રૂપિયે હતા. જે ઓક્ટોબર 2020માં પ્રતિકિલો 80 રૂપિયા છે. બટાકા પ્રતિકિલો 14 રૂપિયાથી વધી પ્રતિકિલો 50 રૂપિયા થયા છે. શાકભાજી, બટાટા, ડુંગળી સહિત જીવન જરૂરિયાત ચીજવસ્તુનો ભાવ વધારાનો લાભ વચેટિયા, કાળાબજારિયા, સંગ્રહખોરો લઈ ગયા છે. તેઓ સરકારના આશીર્વાદ હેઠળ સુનિયોજિત લૂંટ ચલાવી રહ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution