બ્રિટિશ કંપની કેયર્ન સામે ભારત સરકાર હારી ગઈ, પછી શું થયું

નવી દિલ્હી-

સરકારના ૧.૪ અબજ ડોલર્સ બદલ ભારતે ઓઈલક્ષેત્રની બ્રિટિશ કંપની કેયર્નને ઓફર કરી છે કે તે, રત્ન આર-સિરિઝના તેલક્ષેત્રમાં પોતાનો બિઝનેસ ફરી શરુ કરી શકે છે. સરકારે કહ્યું છે કે આ દ્વારા કંપનીની વિદેશી અસ્કયામત જપ્ત પણ નહીં થાય અને સાથે જ તેને સંશોધન અને ઉત્પાદનક્ષેત્રે એક અનુભવી ઓપરેટર પણ મળી જશે.

જમીનીક્ષેત્રના સૌથી મોટા તેલક્ષેત્રનો ભંડાર કેયર્ન દ્વારા ભારત સરકારને સૌપ્રથમ ઓફર કરવામાં આવ્યો હતો પણ એક કાનૂની શરતને પગલે પાછલી અસરથી અમલી થાય એ રીતે ભારત સરકાર દ્વારા તોતિંગ ૧૦,૨૪૭ કરોડનો આ કંપનીને ટેક્સ ફટકારવામાં આવતાં આ કંપનીએ તેના દેશ ખાતેના ઓપરેશનો પડતાં મૂક્યા હતા. હવે આંતરરાષ્ટ્રીયસ્તરે કંપની આ કેસમાં જીતી ગઈ હોવાથી ભારત સરકારને કંપનીના જપ્ત કરાયેલા શેર ડિવિડન્ડ અને શેર પાછા આપવા ફરમાન થયું હોવાને પગલે ભારત સરકારે કંપનીને આ ઓપરેશન માટે ફરીથી ઈજન આપ્યું છે.

રાજદ્વારી સૂત્રો દ્વારા મળતી માહિતી થકી સૂત્રોએ જણાવ્યું છે કે, કોવિડ-૧૯માંથી બહાર આવી રહેલા ભારતીય અર્થતંત્ર માટે આટલી જંગી રકમનું સાહસ કરવાનું શક્ય નથી અને આ આંતરરાષ્ટ્રીય કોર્ટના ચૂકાદાને પડકારવા માટે પણ તેની પાસે ખૂબ મર્યાદિત વિકલ્પો બચતાં હોવાને લીધે હવે ભારત સરકાર કંપનીને આ પ્રકારના ઓપરેશનો ફરીથી કાર્યરત કરવા માટે મંજૂરી આપે એવી શક્યતા છે. સૂત્રોએ કહ્યું હતું કે, ભારત સરકાર પાસે એક વિકલ્પ એ બચે છે કે, જુદા જુદા કારણોસર કંપની દ્વારા પડતાં મૂકાયેલા ઓઈલ-ગેસ ફિલ્ડના પ્રોજેક્ટને ફરીથી પાછા કંપનીને હસ્તક કરી દેવાય.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution