મોસ્કો-
અમેરિકા અને યૂરોપીય સંઘની સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાના દુશ્મનોને જાેરદાર ધમકી આપી છે. પુતિને પોતાના વિરોધી રાષ્ટ્રો પર નિશાન સાધતા કહ્યું છે કે તેમનો દેશ રશિયન ક્ષેત્રના કેટલાક વિસ્તારોને છીનવાનો પ્રયત્ન કરનારાઓને ‘નૉક આઉટ’ કરીને તેમના દાંત તોડી દેશે. માનવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ પુતિને રશિયન ક્ષેત્રના કેટલાક ભાગોને હડપવાનો પ્રયત્ન કરનારા દેશોને અપ્રત્યક્ષ રીતે આ ધમકી આપી છે.
રિપોર્ટ પ્રમાણે પુતિને કહ્યું કે, વિદેશી દુશ્મન રોજના રશિયાના ક્ષેત્રોને હડપવાનો પ્રયત્ન કરે છે. પુતિને કહ્યું કે, “દરેક જણ અમને ક્યાંક કરડવા ઇચ્છે છે અથવા અમારા કોઈ ભાગને કાપવા ઇચ્છે છે, પરંતુ તેમને ખબર હોવી જાેઈએ કે જે લોકો આવું કરવા ઇચ્છે છે અમે તેમના દાંત તોડી દેશું, જેનાથી તેઓ અમને કરડી ના શકે.” જાે કે સોવિયત સંઘના પતનમાં રશિયન ક્ષેત્રનો એક તૃતિયાંશ ભાગ જતો રહ્યો હતો, પરંતુ રશિયાન અત્યારે પણ ક્ષેત્રફળના મામલે દુનિયાનો સૌથી મોટો દેશ છે.રશિયાએ તાજેતરના વર્ષોમાં પોતાની સેનાનું આધુનિકીકરણ કર્યું છે, સત્તાવાર આંકડાઓમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે એકલા રાષ્ટ્રીય સંરક્ષણમાં ૩ ટ્રિલિયન રૂબલ (૪૧ અબજથી વધારે)નું રોકાણ કરવામાં આવશે. રશિયા સતત નવી-નવી મિસાઇલો અને મહાવિનાશક હથિયારોનું પરીક્ષણ કરી રહ્યું છે. થોડાક દિવસ પહેલા રશિયાનો યૂક્રેન સાથે તણાવ ચરમ પર હતો અને પુતિને હજારોની સંખ્યામાં સૈનિક તથા હથિયારો યૂક્રેનની સરહદ પર તહેનાત કર્યા હતા.