ગોહાટી-
ગૃહમંત્રી અમિત શાહ આજે આસામના પ્રવાસ પર છે. અહીં અમિત શાહે કહ્યું કે આપણે આસામને પૂર મુક્ત, ઘુસણખોરો અને હિંસાથી મુક્ત બનાવવાનું છે. જીડીપીમાં આસામ અને આખા ઉત્તર-પૂર્વનો સૌથી મોટો ફાળો છે.અમિત શાહે નાગાંવના મહામૃત્યુંજય મંદિરમાં પૂજા કરી હતી, જેમાં મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલ અને રાજ્યમંત્રી હિંમંતા બિસ્વા સરમા પણ હાજર હતા.