ભારતની સુરક્ષા માટે અમે ક્યારે પણ ખતરો બનવા નથી માંગતા: શ્રીલંકા

દિલ્હી-

શ્રીલંકાએ ભારત સાથેના તેના સંબંધોને વધુ ગાઢ બનાવવા માંગે છે. શ્રીલંકાના વિદેશ સચિવ જયનાથ કોલમ્બેજે જણાવ્યું છે કે શ્રીલંકા તટસ્થ વિદેશી નીતિ અપનાવવા માંગે છે, પરંતુ વ્યૂહાત્મક અને સુરક્ષાના મામલામાં 'ભારત પ્રથમ' અભિગમ જાળવશે.

શ્રીલંકાની ટીવી ચેનલ સાથે વાત કરતા કોલમ્બસે કહ્યું, રાષ્ટ્રપતિ (ગોતાબાયા રાજપક્ષે) કહ્યું છે કે વ્યૂહાત્મક સુરક્ષાની દ્રષ્ટિએ આપણે 'ભારત ફર્સ્ટ' નીતિનું પાલન કરીશું. આપણે ભારત માટે વ્યૂહાત્મક સુરક્ષા માટે ક્યારે ખતરો નહી બની શકીએ. તેમણે કહ્યું કે, અમારે ભારત તરફથી લાભ લેવાની જરૂર છે. રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી સલામતીની વાત છે ત્યાં સુધી તમે અમારી પ્રથમ અગ્રતા છો પરંતુ મારે આર્થિક સમૃદ્ધિ માટે અન્ય દેશો સાથે વધુ સારા સંબંધો બાંધવા પડશે.

કોલમ્બેજે જણાવ્યું હતું કે, તટસ્થ વિદેશી નીતિને આગળ વધારવા સાથે, શ્રીલંકા ભારતના વ્યૂહાત્મક હિતોનું રક્ષણ કરશે. શ્રીલંકાના વિદેશ સચિવે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, હમ્બનટોટા બંદરને ચીનને 99 વર્ષના લીઝ પર આપવાનો નિર્ણય ભૂલ ભરેલો હતો. વિદેશ પ્રધાન એસ. જયશંકરે તાજેતરમાં જ તેમના સમકક્ષ દિનેશ ગુનવર્ધન સાથે મુલાકાત કરી. રાજપક્ષેની ટીમ સત્તા પર આવ્યા બાદ તેઓ શ્રીલંકા પહોંચ્યા હતા. રાજપક્ષે સરકારના ઇતિહાસ પર નજર નાખીએ તો તે ભારત કરતા ચીનની ખૂબ નજીક જોવા મળી રહ્યું છે, જેણે ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધોને અસર કરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution