ગાંધીનગર-
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પૂર્વ રાષ્ટ્રપતિ, ભારતરત્ન પ્રણવ મુખરજીના દુઃખદ અવસાન અંગે ઉંડા શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ઘાંજલી પાઠવી છે. મુખ્યમંત્રીએ સ્વર્ગસ્થ પ્રણવ મુખરજીને મૃદુભાષી, સૌને સન્માન આપનારા અને પક્ષીય રાજકારણથી પર રહેલા વ્યકિતત્વ ગણાવતા ઉમેર્યુ છે કે તેમના નિધનથી આપણે એક કુશળ રાજનીતિજ્ઞ અને માર્ગદર્શક ગુમાવ્યા છે. મુખ્યમંત્રીએ સ્વર્ગસ્થ પ્રણવ મુખરજીના અવસાનથી રાષ્ટ્રને ન પૂરાય તેવી ખોટ પડી છે તેમ જણાવી સદ્દગતના આત્માની પરમશાંતિ માટે ઇશ્વરને પ્રાર્થના કરી છે.