લંડન-
બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોન્સને રવિવારે ઉત્તરાખંડમાં હિમનદી ફાટવાના કારણે આવેલી આફત અંગે ભારત સાથે એકતા દર્શાવી હતી. હિમનદી ફાટવાના કારણે સમગ્ર રાજ્યમાં ભારે પૂરનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 10 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 170 લોકો લાપતા હોવાનું જણાવાયું છે. જોહ્ન્સને કહ્યું કે, ઉત્તરાખંડમાં પૂર આવ્યા બાદ બ્રિટન ભારતને તમામ શક્ય રીતે મદદ કરવા તૈયાર છે.
બોરીસ જ્હોનસને પોતાના ટ્વિટમાં કહ્યું, "ગ્લેશિયર ફાટી નીકળ્યા બાદ ભારે પૂરનો સામનો કરી રહેલા ઉત્તરાખંડના બચાવકારો અને ભારતના લોકો પ્રત્યે મારી સંવેદના છે. કટોકટીની આ ઘડીમાં બ્રિટન ભારતની સાથે નિશ્ચિતપણે ઉભું છે અને કોઈક રીતે મદદ કરવા તૈયાર છે."