જામનગર, જામનગર શહેરના સોલેરીયમ ઈએસઆર હેઠળના વિસ્તારોમાં કાલે પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યુ છે. આ વિસ્તારમાં ૪૦૦ એમ.એમ. ડાયા મીટરનો સ્લુઝ વાલ્વ ખરાબ થઈ ગયો હોવાથી તેની બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેથી આ વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું છે. જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા હેઠળના સોલેરીયમ ઈ.એસ. આર.થી ગાંધીનગર સુધીના વિસ્તારમાં પાણી વિતરણ કરતી મુખ્ય પાઈપ લાઈનમાં હનુમાન ગેઈટ પોલીસ ચોકીની સામે હોસ્પિટલ પાસે આવલા ૪૦૦ એમ. એમ. ડાયા મીટરનો સ્લુઝ વાલ્વ ખરાબ થઈ ગયો હોય તે બદલવાની કામગીરી તા.૭-૪-૨૨ ના રોજ કરવાની હોવાથી સોલેરીયમ ઝોન-બી હેઠળ આવતા જામનગરના વિસ્તારો ગાંધીનગર, મોમાઈનગર ૧ થી ૫ પુનીતનગર, શાંતિનગર, શાસ્ત્રીનગર, લાલ બહાદુર સોસાયટી, પટેલ કોલોની ૧ થી ૧૨ ઉભો રોડ, તેમજ તેને સંલગ્ન વિસાતારોમાં તા. ૭-૪-૨૨ ના રોજ પાણી વિતરણ બંધ રહેશે. પાણી વિતરણ બંધના બીજા દિવસે પ્રથમ ઝોન-બી ત્યારબાદના દિવસે ઝોન-એમાં રાખેતા મુજબ પાણી વિતરણ કરવામાં આવશે તેમ મહાનગરપાલિકા દ્વારા જણાવાયું છે.