વડોદરા
એક તરફ પાણીની સમસ્યા છે. તો બીજી તરફ પાણીનો વેડફાટ પણ યથાવત રહ્યો છે.લાલબાગ ટાંકી જર્જરીત થતા તેને ઉતારી લેવામાં આવી છે. ત્યારે હાલમાં પાણીનુ વિતરણ સંપ દ્વારા બુસ્ટીંગ કરીને કરવામાં આવી રહ્યુ છે. ત્યારે ટાંકી પાસે પડેલા ભંગાર પાસે વિતરણ લાઈનમાં ભંગાણ સર્જાતા પાણી પાછળના તળાવમાં જઈ રહ્યા છે.અને વેડફાટ થઈ રહ્યો છે. તો આ લીકેજના કારણે આજે માંજલપુર વિસ્તારના પાંચ, દંતેશ્વરમાં એક અને નવાપુરા વિસ્તારમાં બે ઝોનમાં ઓછુ પાણી મળ્યુ તેમ સ્થાનિક કાઉન્સિલરે કહ્યુ હતુ. શહેરના વિવિધ વિસ્તારોમાં પૂરતુ પાણી હોવા છતાં પાણીના પ્રેસરના પ્રશ્નો સર્જાઈ રહ્યા છે. ત્યારે વર્ષો જૂની લાલબાગ ટાંકીને તાજેતરમાં તોડી પાડવામાં આવી હતી. અને હાલમાં સંપમાંથી પાણીનુ વિતરણ કરાઈ રહ્યુ છે.વોર્ડ-૧૩ના કાઉન્સિલર બાળુ સુર્વેએ કહ્યુ હતુ કે, વિસ્તારમાં પાણીની સમસ્યા છે. ત્યારે આ ટાંકીના સંપની વિતરણ લાઈન તૂટી જવાથી પાછળના તળાવમાં પાણી જઈ રહ્યા છે. અને પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આ છેલ્લા એક અઠવાડીયા થી થઈ રહ્યુ હોવાનું તેમણે કહ્યુ હતુ. અને લીકેજના પગલે માંજલપુર, દંતેશ્વર અને નવાપુરા વિસ્તારમાં ઓછુ પાણી મળી રહ્યુ છે. તો બીજી તરફ પાલિકાના સૂત્રોએ કહ્યુ હતુ કે, આ બાયપાસ લાઈન છે વિતરણ લાઈન નથી.જાેકે, જે લાઈન હોય તે પરંતુ ભંગાણના કારણે તળાવમાં જઈને વેડફાટ થઈ રહેલા પાણી અટકાવવા જાેઈએ તેમ લોકો કહી રહ્યા છે.