વડોદરા : પાલિકાના ફાયર વિભાગ દ્વારા નોટીસ આપવા છતા ફાયરના સાધનો નહી વસાવીને એનઓસી નહી મેળવનારી શાળાઓ સામે ફાયર વિભાગે ફરી કાર્યવાહી શરૂ કરી છે.જેમાં આજે શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલી ફાયર સેફ્ટી નહિ ધરાવતી ચાર શાળાઓના પાણી જાેડાણો કાપીને જાહેર નોટીસ ચોટાડવામાં આવી છે.અને શાળાની બિલ્ડીંગોને સીલ કરવામાં આવી હતી.
કોરોના મહામારી કાબુમાં આવ્યા બાદ હવે ફરી ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીને લઇને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બે દિવસ પૂર્વે પાદરામાં એમ.કે. અમીન કોલેજ સહિત અનેક શાળાને ફાયર સેફટીના અભાવે સીલ મારી દેવામાં આવ્યું હતું. ત્યાર બાદ આજે વડોદરા ફાયર ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા પાણી પુરવઠા વિભાગના સ્ટાફ સાથે શ્રી રંગ વિદ્યાલય , વાઘોડિયા રોડ, શ્રીમતી ચંપા શીપ્પી સ્કુલ ,વાઘોડિયા રોડ, રોઝવેલ હાઈસ્કૂલ .પ્રભાત કોલોની – વાઘોડિયા, અને રુદ્ર સ્કૂલ ઓફ સાયન્સ,માંજલપુરના પાણીના જાેડાણ કાપી નાંખવામાં આવ્યા હતા.અને જાહેર નોટીસ ચોટાડીને ત્વરીત ફાયર સેફ્ટીના સાધનો વસાવવાની સુચના આપવામાં આવી હતી.
ફાયરના કર્મીઓના કામગીરીને કારણે ફાયર સેફ્ટીને લઇને બેદરકાર લોકોમાં ફફડાટ વ્પાયી જવા પામ્યો છે. ઉલ્લેખનિય છે કે, ફાયર વિભાગ દ્વારા આ અગાઉ શાળાઓમાં ચેકીંગ કરીનફ્ફાયર સેફ્ટીના સાધનો નહી ધરાવતી શાળાઓને અગાઉ ત્રણ વાર નોટીસ આપી હતી. છતા સાધનો નહી વસાવતા આ કાર્યવાહી કરવામાંં આવી હતી.ફાયર વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે ફાયર સેફ્ટીને લઇને તંત્ર દ્વારા કરવામાં આવતી કાર્યવાહી ચાલું રહેશે.