“ઠેર ઠેર ભરાયાં છે પાણી... વરસાદ પછીની એ જ કહાણી...”

સવારમાં રેસકોર્સ જાેગિંગ કરતાં ધૃતિના ચહેરા પર આજે અણગમો છવાયેલો હતો. રહી રહીને તે પોતાના શૂઝ તરફ જાેતી. એ જાેઈ પ્રતિકને ક્યારનું સળી કરવા મન થઈ આવેલું. નિત્યક્રમ મુજબ બંને સરગવાનો સૂપ પીવા લારીએ ઊભા રહ્યાં કે પ્રતિક હસતાં બોલ્યો, ‘શૂઝ માથે લઈને ચાલવું હતું ને...’ ‘વાયડા, આ સવારમાં તારા લીધે નીકળી છું. બાકી આવાં ગંદા પાણી ભર્યા હોય ત્યાં જાેગિંગ કરવા કોણ નીકળે.’ પોતાના શૂઝ ખંખેરતી ધૃતિ બોલી. ત્યાં છોટુ એ સૂપનો ગ્લાસ આપતાં મીઠું ભભરાવ્યું, ‘દીદી, સફેદી તો ગઈ! હવે ંૈઙ્ઘી માં બોળી રાખશો તો પણ શૂઝ વ્હાઇટ નહીં થાય.’

ત્યાં પાછળથી પ્રતિકના ખભે હાથ મૂકતાં ડોક્ટર બોલ્યા, ‘ખરેખર આ વખતે વરસાદનાં પાણી બધે ખૂબ ભરાયાં છે. પ્રતિક, હું દિલ્હીમાં એક મેડિકલ કોન્ફરન્સ માટે ગયો હતો. એવો ફસાયો પાણીમાં અને એરપોર્ટની છત પડતાં ફ્લાઇટ પણ કેન્સલ થઈ હતી.’ પરિચિત અવાજ સંભળાતાં છાપામાં માથું ઘાલી બેઠેલા વયોવૃદ્ધે ઊચું જાેઈ, ‘ડોક્ટર સાહેબ, હરિ ૐ. હેમખેમ પાછા ફર્યા એ માટે ઈશ્વરનો પાડ માનવાનો.’ ‘અરે જાેશી કાકા, હરિ ૐ. કાકા રસ્તાઓ નદી બની ગયા હોય એટલું પાણી ને આવાં વરસાદનો મને પહેલો અનુભવ થયો.આમ તો દિલ્હી પાણીની એક એક બુંદ માટે તરસતું હતું. અને એક દિવસમાં દસ ઈંચ વરસાદ પડતાં જાણે દિલ્હી બેટમાં ફેરવાઈ ગયું!’ ધૃતિ ઓળખાણ વગર પણ વાતમાં જાેડાઈ, ‘ત્યાં તો એટલો વરસાદ હતો પણ અહીં તો એના પ્રમાણમાં ઓછો વરસાદ હોવા છતાં અમુક વિસ્તારમાં રોડ ને શેરીઓ નદી બની ગયા હતા. અમારી સોસાયટી નીચાણમાં હોય એટલું પાણી ભરાયું હતું કે ચાલુ વરસાદે અમારે ગટરનું ઢાંકણ ખોલી નાખવું પડ્યું જેથી પાણી ફળિયામાં ભરાય નહીં.’ ‘તંત્ર સાવ ખાડે ગયું છે.’ પ્રતિક બોલ્યો.

જાેશીકાકાએ છાપાની ઘડી વાળી બાજુ પર મૂકી વાતનો દોર પોતાના હાથમાં લીધો. ‘ફક્ત તંત્રને દોષ આપવો વાજબી નથી. ક્યાંક આપણી પણ એમાં ભાગીદારી છે. સમજાવું. બેટા, તમે કહ્યું ગટરનું ઢાંકણ ખોલી નાખ્યું. ખુલ્લી ગટર પાણી સાથે ઢગલો કચરો તાણી જાય અને ગટર ચોક-અપ થાય એટલે આગળ પાણી જતું અટકે અને એમ એમ રસ્તા પર પાણી વધુ ભરાય. અહીં આ જુઓ, આ રસ્તાની બાજુ પર ફૂટપાથ પાસે દેખાય છે તે વરસાદનાં પાણીના નિકાલ માટે બનાવેલ સ્ટોર્મ ડ્રેઈન છે. ગટરની જાળીમાં પ્લાસ્ટિકની થેલીને કચરો ફસાયા છે. આવાં કચરા ગટર ચોક-અપ કરે અને પાણીનાં નિકાલમાં અવરોધ ઊભો કરે. કચરો ફેંકનાર તો આપણે પ્રજા જ ને!’

‘કાકા, તમારી વાત સાચી. પણ આપણે ત્યાં વરસાદનાં પાણી નિકાલની વ્યવસ્થા બરાબર નથી એ તો માનવું પડશે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર - કોઈપણ શહેર તપાસો પાણી ભરાય છે. બેઝમેન્ટમાં અને ગ્રાઉન્ડ લેવલ પર પાણી ભરાતાં ખૂબ નુકશાન વેઠવું પડે છે.’ પ્રતિકે કહ્યું.

‘ભાગના શહેરના મધ્યમાંથી નદી પસાર થતી. આસપાસ તળાવ, વાવ, કે ડેમ હોય. ગટરો અને વોંકળા હોય. ઢોળાવ પ્રમાણે વહેણ એકમાંથી છલકાઈ બીજામાં જાય ને અંતે નદીમાં ભળે. એમ કહો કે બધું નદી સાથે ઇન્ટર કનેકટેડ હોય. ડોક્ટર, જેમ આપણાં શરીરમાં હૃદય સાથે ધમનીઓ ને શિરાઓ આખા શરીરમાં પ્રસરેલી હોય બધું જ એકબીજા સાથે જાેડાયેલ. કંઈક એવું જ આ વરસાદી પાણીના નિકાલ માટેની આપણાં જૂનાં શહેરોની સિસ્ટમ હતી. અમદાવાદ સાબરમતી, વડોદરા વિશ્વામિત્રી છે, રાજકોટમાં આજી, સુરત તાપી છે. આજે નદી કાંઠે મોટા પ્રમાણમાં ઝુંપડપટ્ટી વસી ગઈ છે. વોંકળા પર બિનઅધિકૃત બાંધકામ થઈ ગયા. પાણીના વહેણમાં અવરોધ ઊભા કરીએ તો પાણી જાય ક્યાં?’

ડોક્ટર બોલ્યા, ‘ખરી વાત કાકા. પણ ક્યાંક રોડ સાઈડ ઢાળ હોય છે એટલે પાણી ભરાયેલા રહે છે. સામે જ રસ્તો જુઓ, કેટલું પાણી ભર્યું છે. રોડનું લેવલ જ બરાબર નથી.’ ધૃતિએ વાતમાં હામી ભરાવતાં કહ્યું, ‘અમુક વિસ્તારમાં ચાલુ વરસાદમાં પાણી ભરાય પણ તરત ઓસરી પણ જાય છે. પણ દરેક શહેરમાં કેટલાક વિસ્તાર એવા હોય છે જયાં પાણી ભરાયેલા રહે છે.’

‘બેટા, સમસ્યા તો છે જ. પણ એના માટે તંત્ર સાથે થોડી જવાબદારી આપણે નાગરિકોએ પણ લેવી ઘટે. આમ જાેઈએ તો સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં પાણીની અછતની વિકટ સમસ્યા છે. વરસાદ ખૂબ આવે તો પાણીનો નિકાલ ન થતાં નુકશાન થાય છે અને દુકાળ પડે ત્યારે પાણી ન હોવાથી નુકશાન વેઠવું પડે છે. આ બંને સમસ્યાનો એક હલ છે વૉટર હાવેર્સ્ટિંગ સિસ્ટમ. ડોક્ટર, જેમ મારાં હૃદયમાં બ્લૉકેજ આવતાં તમારે સ્ટેન્ટ મૂકવું પડ્યું એમ આ શહેરોને વૉટર હાવેર્સ્ટિંગ સિસ્ટમ મૂકી પાણી બચત કરતાં અને વ્યય અટકાવતાં થવાની જરૂર છે.’ એટલેથી વાત પતાવી કાકાએ સૌની રજા લીધી.

ફક્ત ફરિયાદ કરવાથી ક્યારેય કોઈ સમસ્યા હલ નથી થતી. કેટલાંક બદલાવ આપણે આપણામાં પણ કરવા પડે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution