મુંબઇ
ટીવી ઇન્ડસ્ટ્રીનાં સૌથી ચર્ચિત અને સૌથી વિવાદિક રિયાલિટી શો બિગ બોસ 14 ફરી એક વખત ધમાકેદાર શરૂઆત થઇ ગઇ છે. શોનાં સ્પર્ધકો ધીરે ધીરે ફોર્મમાં આવી રહ્યાં છે. જ્યાં સ્પર્ધકોમાં મિત્રતાની સાથે સાથે તીખી તકરાર પણ જોવા મળી રહી છે.
તુફાની સીનિયર્સ એટલે કે સિદ્ધાર્થ શુક્લા હિના ખાન અને ગૌહર ખાન પણ શોને એન્ટરટેઇનિંગ બનાવવાનો સંભવ પ્રયાસ કરી રહ્યાં છે. આ વચ્ચે શોમાં વાઇલ્ડ કાર્ટ એન્ટ્રીની વાતો થઇ રહી છે. આ વાઇલ્ડ કાર્ડમાં નૈના સિંહ, શારદુલ પંડિત, રશ્મિ ગુપ્તાનું નામ પણ ચર્ચાઇ ર્હુયં છે.
મેકર્સ, શોને એન્ટરટેઇનિંગ બનાવવાનાં બનતા બધા જ પ્રયાસ કરી રહ્યાં છે. આ વચ્ચે શોમા વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીની ખબર સામે આવી રહી છે. આ નામ છે રુબીના દિલેક નાં એક્સ બોયફ્રેન્ડ અને તેની સાથે શો કરનાર 'છોટી બહુ' નાં લિડ એક્ટર અવિનાશ સચદેવનું નામ ચર્ચાઇ રહ્યું છે. જોકે, અવિનાશે આ ખબરો અંગે કહ્યું છે કે, તે શોનો ભાગ નથી, પણ મીડિયા રિપોર્ટ્સ મુજબ તેને આ શો ઓફર જરૂર થયો છે.
આપને જણાવી દઇએ કે, અવિનાશ સચદેવ એકબીજાને લાંબા સમય સુધી ડેટ કરતાં હતાં. બંને સીરિયલ છોટી બહૂમાં લીડ રોલમાં હતાં. ઉલ્લેખનીય છે કે, રુબીના દિલેક અને અભિનવ શુક્લા શોમાં પહેલેથી જ છે. રુબિના હાલમાં શોમાં રિજેક્ટેડ કન્ટેસ્ટન્ટ છે. જોકે રુબિનાનાં પતિ અભિનવ શુક્લાને તેને સેફ કરવાની તક મળી હતી. પણ તેણે રુબિકાને સેફ કરવાનો ઇન્કાર કરી દીધો હતો.