હોમ લોન ટ્રાન્સફર કરવી છે? તો ર્નિણય લેતા આટલી બાબતો અવશ્ય ધ્યાનમાં રાખજાે


નવીદિલ્હી,તા.૩

જાે તમે પોતાની હોમ લોનને કોઈ બીજી બેંકને ટ્રાન્સફર કરવા વિશે વિચારી રહ્યા છો તો તમને પ્રોસેસિંગ ફી, એપ્લીકેશન ચાર્જ, એડમિનિસ્ટ્રેશન ફીઝ, રિવ્યૂ ફી અને બીજા ઘણા ચાર્જ આપવા પડી શકે છે.

જાે તમે હોમ લોન લીધેલી છે અને વધારે વ્યાજદરના કારણે પરેશાન છો તો તમે પોતાની હોમ લોનને બીજી બેન્કમાં ટ્રાન્સફર કરવા પર વિચાર કરી શકો છો. તેનાથી તમને વ્યાજદરોને ઓછો કરવામાં મદદ મળી શકે છે. બેલેન્સ ટ્રાન્સફરમાં સારા વ્યાજદર અને વધારે લાભ લેવા માટે એક નાણાકીય સંસ્થાનથી બીજામાં હોમ લોન ટ્રાન્સફર કરી શકાય છે.

હોમ લોન બેલેન્સ ટ્રાન્સફર પર કોઈ પણ ર્નિણય લેતા પહેલા પોતાની હાલની બેંક કે નાણાકીય સંસ્થાનની સાથે ઓછા વ્યાજદર માટે વાતચીત કરવાનો પ્રયત્ન કરો. જાે તમારૂ બેંક સાથે સારૂ રિલેશન છે તો તે તમારી ક્રેડિટ હિસ્ટ્રી અને રીપેમેન્ટ ક્ષમતા પર અનુકૂળ રીતે વિચાર કરવા માટે વધારે ઈચ્છુક બની શકે છે.

હોમ લોન ટ્રાન્સફર માટે એપ્લાય કરતા પહેલા પોતાના સ્કોરનો રિવ્યૂ જરૂર કરો. આ સ્કોર તમારા ટ્રાન્સફર એપ્લીકેશન માટે એક મહત્વપૂર્ણ પાત્રતાકારકના રૂપમાં કામ કરે છે. ઓછો ક્રેડિટ સ્કોર તમારા ટ્રાન્સફર એપ્લીકેશનને ખૂબ જ પ્રભાવિત કરી શકે છે. આ દર્શાવે છે કે તમે ટ્રાન્સફર માટે તેટલા યોગ્ય નથી થઈ શકતા.

કોઈ પણ નાણાકીય સંસ્થાન પાસેથી લોન લેવા પર વિચાર કરતી વખતે તેમાં શામેલ વધારાના ચાર્જ વિશે જરૂર જાણકારી લો. જાે તમે પોતાની હોમ લોનને કોઈ બીજી બેંકને ટ્રાન્સફર કરવા વિશે વિચારી રહ્યા છો તો તમારે પ્રોસેસિંગ ફી, એપ્લીકેશન ચાર્જ, એડમિનિસ્ટ્રેશન ફી, રિવ્યૂ ફી અને બીજા પણ ઘણા બધા વિવિધ ચાર્જનો સામનો કરવો પડી શકે છે. આ તમારી હાલની બેંક અને નવી બેંક બન્ને પર લાગુ થાય છે. આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટ અનુસાર હંમેશા સુનિશ્ચિક કરો કે તમે જે કુલ રકમ ચુકવશો તે તમારી વ્યાજ રકમથી ઓછી હોય.

હોમ લોનની એપ્લીકેશન આપતી વખતે મોટાભાગના લોકો હોમ લોનના નિયમ અને શરતોના સેક્સનની અવગણના કરે છે. આ એક મહત્વપૂર્ણ ભુલ સાબિત થઈ શકે છે કારણ કે આ સેક્શનમાં બધી મહત્વપૂર્ણ જાણકારી હોય છે જેના પર સાવધાની પૂર્વક વિચાર કરવો જરૂરી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution