શિવજી સૌથી ભોળા ભગવાન છે. તેમને પ્રસન્ન કરવા માટે તમે ખાલી ઓમ નમ: શિવાયનો જાપ કરશો તો પણ તે તમારા પર તેમને સ્નેહ અને આશીર્વાદ જરૂરથી વરસાવશે. સાથે જ તમે ઘરે કે મંદિરમાં જઇને શિવજીને જળ અર્પિત કરીને તેમની પૂજા પણ કરી શકો છો. વળી વ્રત પણ રાખી શકો છો. વધુમાં દાન, પુણ્ય કરી મન ક્રમ વચનથી કામ, મધ, મોહ અને આળસનો ત્યાર કરી શિવનું ધ્યાન કરવું પણ જરૂરી છે. મહાશિવરાત્રી શિવ અને શક્તિના મિલનનો પર્વ છે. આ પવિત્ર દિવસે વ્રત કરવાથી ભગવાન શિવ મનોવાંછિત ફળ આપે છે તેમ મનાય છે. આ વ્રતને કરવાનો સંકલ્પ ફાલ્ગુન માસની ત્રયોદશી તિથિએ કરવામાં આવે છે. તેવું મનાય છે કે ભગવાન શિવ આ દિવસે જ લિંગ સ્વરૂપે પૃથ્વી પર પ્રગટ થયા હતા.