દિલ્હી-
વૈલી ફંકે 60 વર્ષ પહેલાં જે સ્વપ્ન જોયું હતું, તે હવે સાકાર થતું લાગે છે. 1961માં, નાસાએ તેમનું સ્વપ્ન તોડી નાખ્યું હતું. તે પણ માત્ર એટલા માટે કે તે એક સ્ત્રી હતી. પરંતુ હવે 82 વર્ષની ઉંમરે તે અબજોપતિ જેફ બેઝોસ સાથે અતંરિક્ષમાં જશે. અબજોપતિ જેફ બેઝોસની કંપની બ્લુ ઓરિજિને ગુરુવારે જાહેરાત કરી હતી કે આ મહિને 82 વર્ષીય વૈલી ફંક તેની સાથે પ્રથમ અવકાશ યાત્રા પર જશે. બ્લુ ઓરિજિન આ મહિને માણસો સાથે અવકાશમાં મુસાફરી કરવા જઇ રહી છે. 20 જુલાઈએ, જેફ બેઝોસ, તેનો ભાઈ અને અન્ય વ્યક્તિ અંતરિક્ષ માટે રવાના થશે. વૈલી ફંક પણ તેની સાથે રહેશે.
1960માં અંતરિક્ષમાં જવાના કાર્યક્રમનો એક ભાગ હતી
1960માં નાસાના અંતરિક્ષ જવાના કાર્યક્રમમાં તે પ્રથમ મહિલા હતી.
વૈલી ફંક 60 વર્ષ પહેલાં અવકાશમાં મુસાફરી કરવાના હતા. વર્ષ 1961માં, નાસાએ એક કાર્યક્રમ તૈયાર કર્યો. વૈલી ફંક પણ Mercury 13ની ઇવેન્ટમાં સામેલ હતી. અવકાશમાં જવા માટે તેમને વિશેષ તાલીમ પણ આપવામાં આવી હતી. તે આ ટીમની પ્રથમ મહિલા અને સૌથી નાની સભ્ય હતી. પરંતુ 1960-61માં તે ફક્ત એક મહિલા હોવાને કારણે આ કાર્યક્રમથી દૂર થઈ ગઈ.
અવકાશમાં જનાર સૌથી વૃદ્ધ વ્યક્તિ
20 જુલાઈએ, જ્યારે તે જેફ બેઝોસના (New Shepard Launch)માં બેસીને અંતરિક્ષ માટે રવાના થશે, ત્યારે તે ઇતિહાસ બનાવશે. તે અવકાશમાં જવા માટે સૌથી વૃદ્ધ વ્યક્તિ હશે. ફંક રાષ્ટ્રીય પરિવહન સુરક્ષા બોર્ડની પ્રથમ મહિલા નિરીક્ષક હતી. આ સિવાય તે ગુડવિલ એમ્બેસેડર પણ છે. ઉડ્ડયન ક્ષેત્રે તેનું ઘણું નામ છે. તેણે ફ્લાઇટમાં 19.6 હજાર કલાક વિતાવ્યા છે. એટલું જ નહીં, તેણે 3000 થી વધુ લોકોને ટ્રેનિંગ આપી છે. જેફ બેઝોસ, તેના ભાઈ, વૈલી ફંક સિવાય અન્ય એક વ્યક્તિ અંતરિક્ષ માટે રવાના થશે, તેણે આ બેઠક માટે 28 મિલિયન ડોલર (લગભગ 208 કરોડ) ચૂકવ્યા છે.
11 મિનિટની સફર
જેફ બેઝોસે પણ એક વીડિયો શેર કરીને વૈલી ફંકને સાથે લઈ જવાની ઘોષણા કરી હતી. આ વીડિયોમાં ફંક કહે છે કે, 'હું તમારી આગળ દોડી શકું છું.' Blue Originનું New Shepard યાન લગભગ 11 મિનિટ સુધી અવકાશમાં ઉડાન ભરશે. પૃથ્વીની સપાટીથી 100 કિ.મી.ના અંતર પછી કાલ્પનિક મર્યાદા સુધી પહોંચ્યા પછી, કેપ્સ્યુલ બૂસ્ટરથી અલગ થશે અને વાયુમંડળમાં પ્રવેશ કરશે. બાદમાં તે પેરાશૂટની મદદથી પૃથ્વી પર આવશે.