વડાપ્રધાન મોદીના દાવાનો વિરોધ અટકાવાતા વિપક્ષ દ્વારા વોકઆઉટ

નવી દિલ્હી:રાજ્યસભામાં કોંગ્રેસ બંધારણની “સૌથી મોટી વિરોધી” હોવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના “ખોટા દાવાઓ” પર વિપક્ષ બુધવારે રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યો હતો.ગૃહમાં વિપક્ષીનેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગેએ મોદીના આક્ષેપોનો ઉદ્ર વિરોધ નોંધાવતા ઉલટો આરોપ કર્યો હતો કે કોંગ્રેસે નહીં પરંતુ ભાજપ-આરએસએસ અને તેમના રાજકીય વડવાઓએ જે તે સમયે “બંધારણનો વિરોધ કર્યો હતો”.આ તબક્કે બંધારણીય હોદ્દો ધરાવતા હોવા છતાં વિપક્ષી નેતા ખરગેને ગૃહમાં બોલતા અટકાવવાના વિરોધમાં પીએમ મોદીના રાજ્યસભાના સંબોધન દરમિયાન વિપક્ષે વોકઆઉટ કર્યો હતો. ખડગેએ પત્રકારોને કહ્યું, “ઈન્ડીયા ગઠબંઘનની સાતી પાર્ટીઓએ રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યો કારણ કે વડાપ્રધાન મોદી જૂઠું બોલી રહ્યા હતા. તેઓ કહે છે કે અમે બંધારણની વિરુદ્ધ છીએ, પરંતુ સત્ય એ છે કે ભાજપ-આરએસએસ, જનસંઘ અને તેમના રાજકીય પૂર્વજાેએ બંધારણનો સખત વિરોધ કર્યો હતો,” ખડગેએ અંદર પત્રકારોને કહ્યું હતું . તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન મોદીને જૂઠું બોલવાની અને સત્યની બહારની વાત કહેવાની આદત છે.વાસ્તવમાં “તેઓએ તે સમયે ડૉ બાબાસાહેબ આંબેડકર અને પંડિત જવાહરલાલ નેહરુના પૂતળા બાળ્યા હતા. આ શરમજનક બાબત હતી,” ખર્ગેએ વધુમાં કહ્યું હતું.ખડગે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવના મોદીના જવાબ દરમિયાન દરમિયાનગીરી કરવા માંગતા હતા પરંતુ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે તેમની વિનંતી પર ધ્યાન આપ્યું ન હતું, જેના કારણે વિપક્ષી સાંસદોએ વોકઆઉટ કર્યું હતું.“મેં તેમને (મોદીને) હમણાં જ કહ્યું કે તમે બંધારણ નથી બનાવ્યું, તમે લોકો તેની વિરુદ્ધ હતા. હું માત્ર સ્પષ્ટ કરી રહ્યો હતો કે લોકો કોના પક્ષમાં છે અને બંધારણની વિરુદ્ધ છે. તેઓએ (ઇજીજી) બંધારણનો વિરોધ કર્યો છે.” કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું હતું.૩૦ નવેમ્બર, ૧૯૪૯ના રોજ પ્રકાશિત આરએસએસના મુખપત્ર ‘ઓર્ગેનાઇઝર’માં એક લેખને ટાંકીને ખડગેએ ટ્‌વીટ કર્યું, “ભારતના આ નવા બંધારણની સૌથી ખરાબ વાત એ છે કે તેમાં ભારતીય કંઈ નથી. પ્રાચીનકાળના અદ્ભુત બંધારણીય વિકાસનો કોઈ ઉલ્લેખ નથી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution