પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળમાં આજે મતદાનનો આઠમો અને અંતિમ તબક્કો છે. (West Bengal 8 Phase Election Voting) આજે 29મી એપ્રિલ 2021ના રોજ પશ્ચિમ બંગાળના 4 જિલ્લાની કુલ 35 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. વિશેષ વાત એ છે કે, અત્યાર સુધી ટીએમસી અને ભાજપ વચ્ચે સીધી હરિફાઈ જોવા મળી હતી, પરંતુ છેલ્લા તબક્કામાં ટીએમસી-કોંગ્રેસ અને ડાબેરી જોડાણ વચ્ચે મજબૂત લડત થશે.
આજે યોજાઈ રહેલી પશ્ચિમ બંગાળ વિધાનસભાની આઠમા તબક્કાની ચૂંટણીમાં, તમામ પક્ષોની ખાસ નજર લઘુમતિ મતદાતાઓ પર છે. કારણ કે આજે જે 35 બેઠકોની ચૂંટણી થઈ રહી છે તે વિસ્તારમાં લઘુમતી મતદાતાઓની જન સંખ્યા વિશેષ છે.
પશ્ચિમ બંગાળના, જે ચાર જિલ્લાની 35 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે તેમાં બીરભુમમાં 11, માલદામાં 6, મુર્શિદાબાદમાં 11, કોલકાતા ઉત્તરમાં 7 બેઠકોનો સમાવેશ થાય છે. આજે કુલ 84 લાખ 77 હજાર 728 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 43 લાખ 55 હજાર 853 પુરુષ મતદારો અને 41 લાખ 21 હજાર 735 મહિલા મતદાતાઓ છે. આ તબક્કામાં 158 ટ્રાંઝેન્ડર્સ પણ મતદાન કરશે. વિશેષ વાત એ છે કે આજે વૈષ્ણગર જિલ્લાના સીતલકુચીના બૂથ નંબર 126 પર પણ મતદાન યોજાશે. જ્યા કેન્દ્રીય પોલીસ દળના ગોળીબારને કારણે ચાર જણાના મોત નિપજ્યા હતા. અને ત્યાર બાદ આ મતદાન મથકનુ મતદાન રદ કરાયુ હતું.
આઠમા તબક્કામાં ઘણા વીઆઇપી ઉમેદવારોનું ભાગ્ય નક્કી થવાનું છે. મુર્શિદાબાદની જલંગી વિધાનસભા વિસ્તારથી ચૂંટણી લડી રહેલા ટીએમસી ઉમેદવાર અબ્દુલ રઝાકની ભાજપના ઉમેદવાર ચંદન મંડળ અને સીપીએમના સૈફુલ ઇસ્લામ સામે સીધી સ્પર્ધા છે. તો બીજી તરફ, મહેંદા પાંડે કોલકાતાની મણિકલતા વિધાનસભા બેઠક પરથી ભાજપના કલ્યાણ ચૌબે અને સીપીએમના રૂપા બગચી સામે ચૂંટણી લડી રહ્યા છે.