ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી દિવસે ને દિવસે વધી રહેલા કોરોનાના પગલે રાત્રી કરફ્યુની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના ૪ મહાનગરો અમદાવાદ, સૂરત, રાજકોટ અને વડોદરામાં રાત્રી કરફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. આ ર્નિણયનો અમલ આવતી કાલથી અમલી બનશે. કોરોનાના કેસ વધતા અગાઉ ૨ કલાક માટે આપવામાં આવેલી છુટછાટ પાછી ખેંચવામાં આવી છે.
રાજ્ય સરકારે આવતી કાલ તા.૧૭ માર્ચ ૨૦૨૧થી ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે ૧૦થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફ્યુનો અમલ કરવાનો ર્નિણય કર્યો છે. રાત્રિ કરફ્યુની આ વ્યવસ્થા ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી અમલમાં રહેશે. રાજ્ય સરકારે આ ચારેય મહાનગરોમાં મંગળવાર ૧૬ માર્ચ સુધી રાત્રિ કરફ્યુના સમયની અગાઉની વ્યવસ્થા એટલે કે રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધીની વ્યવસ્થામાં યથાવત રાખી છે.
અગાઉ ૨ કલાકની આપવામાં આવેલી છુટ પાછી ખેંચીને નવો ર્નિણય લેતા આવતીકાલે તારીખ ૧૭ માર્ચ ૨૦૨૧થી ચાર મહાનગરોમાં કરફ્યૂનો સમય વધારીને ૧૦ થી ૬ કરાયો છે. માટે આવતીકાલથી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફ્યુનો અમલ કરવાનો રહેશે છે. આજે કોર કમિટીની બેઠકમાં કોરોનાની સ્થિતિના આધારે રાત્રિ કફ્ર્યુનો ર્નિણય લેવાયો છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે આ ચારેય મહાનગરોમાં મંગળવાર ૧૬ માર્ચ સુધી રાત્રિ કરફ્યૂના સમયની અગાઉની વ્યવસ્થા એટલે કે રાત્રે ૧૨ થી સવારે ૬ વાગ્યા સુધીની વ્યવસ્થા યથાવત રાખવાનો ર્નિણય કર્યો છે.
રાજ્યના આરોગ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે કમનસીબે કોરોનાનાં કેસો વધ્યા છે. નીતિન પટેલે કહ્યું કે, કમનસીબે રાજ્યમાં કોરોનાનાં કેસો વધ્યા છે. આવતીકાલે પીએમ નરેન્દ્ર મોદી સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક કરવામાં આવશે. આ ઉપરાંત તેઓએ સ્વીકાર કર્યો કે છ રાજ્યોમાં કોરોનાનાં કેસોમાં વધારો થયો છે. આ ઉપરાંત તેઓએ કબૂલ્યું કે કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. કોરોના વાયરસના કેસો વધતાં સરકાર ચિંતિંત છે. અને યોગ્ય પગલાં ભરવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત નીતિન પટેલે કહ્યું કે, આગામી સમયમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે સરકારની સાથે જનતાએ પણ સાવચેતી રાખવાની જરૂર છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું કડક પાલન કરાવવું જાેઈએ. અને જનતાએ પણ સમજવું જાેઈએ કે ભીડભાડવાળી જગ્યાઓએ જવાનું ટાળવું જાેઈએ.
આ પહેલા અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને કારણે ૮ વિસ્તારમાં રાતે ૧૦ વાગ્યા પછી હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણી બજાર, મોલ, ગલ્લા, ટી સ્ટોલ બંધ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો હતો. આ અંગે ગઈકાલે મ્યુનિસિપલ કોર્પોરેશને ર્નિણય કર્યો કે જાેધપુર, સાઉથ બોપલ, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં રાતના ૧૦ વાગ્યા પછી હોટલ-રેસ્ટોરન્ટ બંધ રહેશે. તેમજ શહેરમાં માણેકચોક અને રાયપુર ખાણીપીણી બજાર પણ બંધ રહેશે.
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કફ્ર્યૂ સમયે એસટીને ‘નો એન્ટ્રી ’
ગાંધીનગર ઃ એસટીમાં મુસાફરી કરતા પેસેંજરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના કેસ વધચા ૪ મહાનગરોમાં રાત્રિ કફ્ર્યૂનો સમયગાળો વધારાયો છે જેને પગલે સરકારના ર્નિણય બાદ એસટી વિભાગનો પણ મોટો ર્નિણય સામે આવ્યો છે. ૪ મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રે ૧૦ વાગ્યા બાદ બસો નહીં પ્રવેશે. ખાનગી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની બસોને પણ રાતે ૧૦ વાગ્યા બાદ ચાર મહાનગરોમાં એન્ટ્રી નહીં મળે.
આ અંગે એડવાન્સ બુકીન્સના પેસેંજરોને એસટી વિભાગ દ્વારા ટેલિફોનીક સૂચાના અપાઈ રહી છે. મહાનગરો સિવાયના પેસેંજરોને રિંગરોડથી અન્ય સ્થળ પર લઇ જવાશે. આજથી જ પેસેંજરોને ૧૦ વાગ્યા બાદ ન નીકળવા એસટી નિગમ દ્વારા અપીલ કરવામાં આવી છે.