નવરાત્રિના ચોથા દિવસે દેવી કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. દેશમાં દેવીના આ સ્વરૂપના થોડાંક જ મંદિર છે. જેમાં કાનપુર, વારણસી અને ઉત્તરાખંડના કુષ્માંડા દેવી મંદિર પ્રસિદ્ધ છે. તેમાંથી વારણસીમાં સ્થિત મંદિર ખૂબ જ જૂનું માનવામાં આવે છે. આ મંદિરનું મહત્ત્વ પણ ખૂબ જ છે. તેને દુર્ગા મંદિર કહેવામાં આવે છે અને તેમાં દેવીના કુષ્માંડા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. દેવી ભાગવત ગ્રંથમાં પણ તેનો ઉલ્લેખ છે.
માન્યાઓ પ્રમાણે દેવી કુષ્માંડાના દર્શનથી દુશ્મનોનો વિનાશ થાય છે. સુખ-શાંતિ અને ધન તથા વૈભવની પ્રાપ્તિ થાય છે. વારણસીના દક્ષિણ ક્ષેત્રના ભવ્ય મંદિરમાં દેવી દુર્ગા કુષ્માંડા રૂપમાં વિરાજમાન છે. મંદિર પાસે રહેલાં કુંડને દુર્ગા કુંડ કહેવામાં આવે છે.
આ દુર્ગા મંદિર બનારસના રામનગરમાં સ્થિત છે. આ મંદિરનું પુનઃ નિર્માણ બંગાળની મહારાણીએ 18મી સદીમાં કરાવ્યું હતું. વર્તમાનમાં આ મંદિર બનારસના શાહી પરિવારના નિયંત્રણમાં આવે છે. ત્યાં જ, પૌરાણિક માન્યતા પ્રમાણે સુબાહુ નામના રાજાએ કઠોર તપ કરી દેવી પાસે વરદાન માંગ્યું હતું. વરદાન પ્રમાણે- દેવી આ જ નામે તેમની રાજધાની વારણસીમાં નિવાસ કરે. દેવી ભાગવત પુરાણમાં તેનો ઉલ્લેખ પણ છે.
એક અન્ય કથા પ્રમાણે, શુભ્ભ-નિશુભ્ભના વધ બાદ થાકીને દેવીએ આ સ્થાન પર જ શયન કર્યું હતું. તેમના હાથથી તેમની તલવાર જે સ્થાને ખસેડાઇ, તે સ્થાન અસિ નદીના સ્વરૂપમાં વિખ્યાત થયું. લિંગ પુરાણ પ્રમાણે દક્ષિણમાં દુર્ગા દેવી કાશી ક્ષેત્રની રક્ષા કરે છે.
એક માન્યતા પ્રમાણે, આ મંદિરમાં સ્થાપિત મૂર્તિને મનુષ્યો દ્વારા બનાવવામાં આવી નથી. આ મૂર્તિ સ્વયં પ્રકટ થઇ હતી. નવરાત્રિ અને અન્ય તહેવારો દરમિયાન આ મંદિરમાં હજારો ભક્તો શ્રદ્ધાપૂર્વક આવે છે. ગેર-હિંદુ લોકોને મંદિરના ફળિયા અને ગર્ભગૃહમાં પ્રવેશ કરવાની અનુમતિ નથી. આ મંદિરને બંદર મંદિર પણ કહેવામાં આવે છે. કેમ કે, આ મંદિરના પરિસરમાં વિશાળ સંખ્યામાં વાંદરાઓ ઉપસ્થિત રહે છે.
આ મંદિર ભારતીય વાસ્તુકળાના ઉત્તર ભારતીય શૈલી એટલે નાગર શૈલીમાં બનેલું છે. આ મંદિરમાં એક વર્ગાકાર આકૃતિનું તળાવ છે. જે દુર્ગા કુંડના નામે પ્રખ્યાત છે. આ મંદિરનું શિખર ખૂબ જ ઊંચુ છે જે ચારેય ખૂણામાં વિભાજિત છે અને દરેક ખૂણામાં એક પ્રમુખ શિખર અને અન્ય નાના શિખર બનેલાં છે. આ ઇમારત લાલ રંગની છે. મંદિરમાં દેવીના વસ્ત્ર પણ ઘઉંવર્ણ રંગના છે.
કુંડના દક્ષિણ ફળિયામાં નાગર શૈલીમાં બનેલાં મંદિરની ચારેય બાજુ ઓસરી છે. વચ્ચે મંડપથી સજાવેલાં મુખ્ય મંદિરના પશ્ચિમી દ્વારની ડાબી બાજુ ગણપતિ અને દક્ષિણ બાજુ ભદ્રકાળી અને ચંડભૈરવ મંદિર છે. પૂર્વ-ઉત્તર ખૂણામાં મહાલક્ષ્મી અને મહાસરસ્વતી વિરાજમાન છે. આ સિવાય રાધાકૃષ્ણ, હનુમાન, શિવ વગેરે દેવી-દેવતાઓની પણ મૂર્તિઓ છે.
18મી સદી પહેલાં મુખ્ય મંદિર નાટૌરની રાણી ભવાનીએ બનાવ્યું છે. ચારેય બાજુની ઓસરીઓ પેશવા બાજીરાવ દ્વિતીયે બનાવડાવી છે. ચારેય બાજુ પત્થરના દાદરાઓ સાથે જોડાયેલ દુર્ગાકુંડ પહેલાં જમીનમાં નાળા મારફતે ગંગા સાથે જોડાયેલ હતું. ત્યાર બાદ ગંગાનું પાણી પણ વધી જવાના કારણે બંધ કરી દેવામાં આવ્યું.