રાજકોટ-
દેશ અને રાજ્યમાં વધતા જતા કોરોના કહેરના કારણે યાત્રાધામ વિરપુરનું જલારામ મંદિર આવતી કાલથી 30 એપ્રીલ સુધી બંધ કરવા માટે મેનેજમેન્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી 30 એપ્રીલ સુધી પૂજ્ય જલારામ બાપાના દર્શન ભક્તો માટે બંધ કરવામાં આવ્યા છે. રાજયમાં કોરોના કહેરનો ગ્રાફ દિનપ્રતિદિન વધતો જાય છે. ત્યારે વિરપુર ખાતેના જલારામ મંદિરમાં પૂજ્ય બાપાના ભક્તોનો પ્રવાહ રોજને માટે જોવા મળે છે જેને લઈને સંક્રમણ ફેલાય નહિ તેની કાળજીને લઈને યાત્રાધામ વિરપુર જલારામ મંદિર મેનેજમેન્ટ દ્વારા 30 એપ્રિલ 2021 સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ 11/04/21 થી તા. 30/04/21 સુધી ભક્તો પૂજ્ય બાપાના દર્શન નહીં કરી શકે.