વિરાટ કોહલી ૨૦૨૭નો વન ડે વર્લ્ડકપ રમવા જ નહીં પણ તેને જીતવા પણ માગે છે


મુંબઇ,ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ મંગળવારે એક મોટી જાહેરાત કરી, જ્યાં તેણે ૨૦૨૭ માં યોજાનાર વન ડે વર્લ્ડકપમાં રમવા અંગે એક મોટી અપડેટ આપી. તેણે એક શો દરમિયાન કહ્યું કે તેનું આગામી મોટું પગલું વર્લ્ડકપ જીતવાનું છે. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. આ ૧૫ સેકન્ડના વીડિયોમાં વિરાટે સ્પષ્ટપણે કહ્યું છે કે તે માત્ર ૨૦૨૭નો વર્લ્ડ કપ રમવા જ નહીં પણ તેને જીતવા પણ માંગે છે. ભારત ૨૦૨૩ માં વન ડે વર્લ્ડ કપ જીતવાની ખૂબ નજીક હતું, પરંતુ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામેની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. કોહલીને ૧૧ મેચમાં ૯૫.૬૨ની સરેરાશથી ત્રણ સદી અને છ અર્ધશતક સાથે રેકોર્ડ ૭૬૫ રન બનાવવા બદલ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો. જાેકે, પ્રતિષ્ઠિત પુરસ્કાર જીતવા છતાં, કોહલી ફાઇનલમાં ભારતની હારથી નિરાશ થયો હતો.મેચ પછીના પ્રેઝન્ટેશન દરમિયાન તેણે વાત પણ કરી ન હતી. ત્યારથી, ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે શું રોહિત શર્મા અને કોહલીની સિનિયર જાેડી આગામી વર્લ્ડ કપ સુધી વન ડે રમવાનું ચાલુ રાખશે. તાજેતરમાં આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીતથી આ બંને ખેલાડીઓ માટે ૨૦૨૭ના વર્લ્ડ કપ સુધી પોતાની કારકિર્દી ચાલુ રાખવાનો માર્ગ સાફ થઈ ગયો છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં કોહલી શાનદાર ફોર્મમાં હતો, જ્યાં તેણે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામે મેચ વિજેતા ઇનિંગ્સ રમી હતી. લીગ તબક્કામાં નિષ્ફળ રહ્યા બાદ, કેપ્ટન રોહિતે ન્યુઝીલેન્ડ સામેની ફાઇનલમાં ૭૬ રનની મેચ-વિનિંગ ઇનિંગ રમી. તેમની ઇનિંગથી ભારતે ૪૯ ઓવરમાં લક્ષ્ય હાંસલ કર્યું અને તેમનો ત્રીજાે ચેમ્પિયન્સ ટ્રોફી ખિતાબ જીત્યો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution