રણવીરને પાછળ છોડીને વિરાટ સૌથી મોટી ‘સેલિબ્રિટી’ બ્રાન્ડ બની ગયો

મુંબઇ:ક્રિકેટ ખેલાડી વિરાટ કોહલી ૨૨૭.૯ મિલિયન યુએસ ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે ૨૦૨૩માં ભારતનો સૌથી મૂલ્યવાન ‘સેલિબ્રિટી’ બન્યો છે. કન્સલ્ટિંગ કંપની ક્રોલએ એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે કોહલીએ ૨૦૨૨માં ૧૭૬.૯ મિલિયનની બ્રાન્ડ વેલ્યુ સામે ૨૯ ટકાનો ફાયદો નોંધાવ્યો હતો અને રણવીર સિંહને પાછળ છોડી દીધો હતો.

રણવીર સિંહ ૨૦૩.૧ મિલિયનની બ્રાન્ડ વેલ્યુ સાથે બીજા ક્રમે છે. ગયા વર્ષે તે પ્રથમ સ્થાને હતો. ક્રોલના સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યુએશન રિપોર્ટ ૨૦૨૩ અનુસાર, કોહલીની બ્રાન્ડ વેલ્યુ હજુ પણ ૨૦૨૦માં ઇં૨૩૭.૭ મિલિયનના સ્તરે પહોંચી નથી. ‘જવાન’ અને ‘પઠાણ’ જેવી ફિલ્મોની સફળતા પર સવાર થઈને ૫૮ વર્ષીય અભિનેતા શાહરૂખ ખાન ૨૦૨૩માં બ્રાન્ડ વેલ્યુની દ્રષ્ટિએ ત્રીજા સ્થાને છે. આ સમયગાળા દરમિયાન તેની કુલ બ્રાન્ડ મૂલ્ય ૧૨૦.૭ મિલિયન હતી. ખાનની બ્રાન્ડ વેલ્યુ ૨૦૨૨માં ઇં૫૫.૭ મિલિયન હતી અને તે યાદીમાં દસમા ક્રમે હતો.

વેલ્યુએશન એડવાઇઝરી સર્વિસીસ માટે ફર્મના મેનેજિંગ ડિરેક્ટર અવિરલ જૈને જણાવ્યું હતું કે ખાન ૨૦૨૦ પછી પ્રથમ વખત ભારતની ટોચની પાંચ બ્રાન્ડ સેલિબ્રિટી બની છે. ખાનના મજબૂત ઉદયને કારણે, અન્ય સેલિબ્રિટીઓ યાદીમાં પાછળ પડી ગયા છે. આમાં અક્ષય કુમાર ૨૦૨૨માં ત્રીજા સ્થાનેથી ૨૦૨૩માં ચોથા સ્થાને આવી ગયો છે. તેની બ્રાન્ડ વેલ્યુ ૧૧૧.૭ મિલિયન હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution