શેફાલી શાહ અને જયદીપ અહલાવત સાથે વિપુલ શાહ થ્રિલર ફિલ્મ બનાવશે

વિપુલ શાહની ‘હિસાબ’ થી લૂંટના જાેનરની ફિલ્મમાં એક થ્રિલર ફિલ્મનો ઉમેરો થશે. તેમણે ૨૦૦૨માં ‘આંખે’ બનાવી હતી, જેમાં અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર અને પરેશ રાવલ જેવા કલાકારો હતા. આ ફિલ્મ ઘણી સફળ રહી હતી. ઘણા લાંબા સમય પછી તેઓ ફરી આ જાેનરની ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. એક તરફ યશરાજનું સ્પાય યુનિવર્સ, બીજી તરફ રોહિત શેટ્ટીનું વીમેન કોપ યુનિવર્સ અને આ ફિલ્મ સાથે દર્શકો વિપુલ શાહના હાઈસ્ટ યુનિવર્સની આશા રાખે છે. ‘હિસાબ’માં જયદીપ આઈાવત અને શેફાલી શાહ લીડ રોલમાં જાેવામ મળશે. આ કલાકારોની પસંદગીને કારણે પણ દર્શકો ઘણા ઉત્સાહમાં છે. આ ફિલ્મ અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર,“આંખે પછી વિપુલ અમૃતલાલ શાહે બીજી લૂંટની સ્ટોરી આધારિત ફિલ્મ ‘હિસાબ’ સાથે આવતાં પહેલાં ઘણો સમય રાહ જાેઈ છે. એવું પણ જાણવા મળ્યું છે તે તેઓ લૂંટના વિષય પર કેટલીક અન્ય સ્ક્રિપ્ટ પણ વાંચી રહ્યા છે. જેના પરથી ‘હિસાબ’ પછી ફિલ્મ બનશે. આ જાેનરની ફિલ્મો માટે વિપુલનું આયોજન ઘણું મોટું છે.” ભારતના દર્શકો માટે હાઇસ્ટ યુનિવર્સનો વિષય ઘણો નવો છે. ભારતીય ફિલ્મોમાં સ્પાય થ્રિલર અને હોરર થ્રિલર જેવી ફિલ્મો એકબીજા સાથે જાેડાયેલી હોય એવું ઘણી વખત બન્યું છે પરંતુ હાઇસ્ટ પર ખાસ ફિલ્મો જાેવા મળી નથી. શેફાલી શાહ ડિરેક્ટર વિપુલ શાહના પત્ની છે અને પોતાના પ્રભાવશાળી અભિનય દ્વારા વૈવિધ્યસભર ભૂમિકાઓ નીભાવી છે. તેમને ‘દિલ્હી ક્રાઇમ’ જેવી સિરીઝમાં જટિલ પાત્રો ભજવીને ઘણી સરાહના મેળવી છે. જયદીપ અહલાવત અને શેફાલી શાહના પાત્રોને ‘થ્રી ઓફ અસ’ને ઘણી પ્રશંસા મળી હતી. આ બંને કલાકારો એવા છે જે પાત્રોમાં ઊંડાણ લાવવા માટે જાણીતાં છે. ઓટીટી પર ખૂબ વખણાયેલા બંને એક્ટર્સને ફરી સાથે જાેવા માટે દર્શકો પણ ઉત્સુક છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution