થાઇલેન્ડ:
મ્યાનમારની સેનાએ મંગળવારે દેશના પૂર્વી ભાગ પર હવાઈ હુમલો કર્યો હતો. જે બાદ, હિંસાની પરિસ્થિતિ વધુ તીવ્ર બની છે. આ હુમલાઓ પછી, હજારો કેરેન વંશીય લઘુમતીઓએ આશ્રય માટે થાઇલેન્ડની સીમા પાર કરી હતી. થાઇલેન્ડના વડાપ્રધાન પ્રયુત ચન-ઓચાએ આ વાતથી ઇન્કાર કર્યો છે કે, તેમના દેશના સુરક્ષા દળોએ સપ્તાહાંતમાં હવાઈ હુમલો કર્યા બાદ ભાગી રહેલા લોકોને મ્યાનમાર પાછા ફરવા દબાણ કર્યું છે.
હવાઈ હુમલામાં 6 નાગરિકોના મોતવડાપ્રધાને કહ્યું હતું કે, તે પોતાની ઇચ્છાથી ઘરે પરત ફર્યો છે. જો કે, પૂર્વ મ્યાનમારની પરિસ્થિતિ ખૂબ જોખમી બની રહી છે. ત્યાં, કરેન લઘુમતીઓનું પ્રતિનિધિત્વ કરતી મુખ્ય રાજકીય સંસ્થા 'કરેન નેશનલ યુનિયન' (KNU) ના વિદેશી બાબતોના વિભાગના વડા, સૉ તૉ નીએ જણાવ્યું હતું કે, મંગળવારે થયેલા હવાઈ હુમલામાં 6 નાગરિકોના મોત થયા છે. જ્યારે, 11 ઇજાગ્રસ્ત થયા હતા.
ઓછામાં ઓછા 510 પ્રદર્શનકારીઓ મૃત્યુ પામ્યા મ્યાનમાર સૈન્યના હુમલાના પગલે, KNUએ તેના એક સશસ્ત્ર એકમ દ્વારા નિવેદન આપ્યુ હતું કે, "સેના તમામ મોર્ચાથી આપણા પ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે" અને તેણે પાછા લડવાનો સંકલ્પ કર્યો છે. મ્યાનમારની સેનાએ ફેબ્રુઆરીમાં લોકશાહી પદ્ધતિથી ચૂંટાયેલી સરકારને સત્તા પરથી પલટાવી દીધી હતી. જેના પગલે દેશભરમાં દેખાવો શરૂ થયા હતા. જેમાં, ઓછામાં ઓછા 510 પ્રદર્શનકારીઓ મૃત્યુ પામ્યા છે.