દિલ્હી-
પાકિસ્તાન સરકારે કટ્ટરવાદી જૂથ તહેરિક એ લબ્બૈક પર પ્રતિબંધ મૂકતાં અને તેના પ્રમુખ નેતા સાદ રિઝવીની ધરપકડ બાદ તેમના કટ્ટરવાદી સમર્થકો દ્વારા કરાંચી અને લાહોરમાં હિંસા ફેલાવી હતી.પોલીસ અને સંગઠનના સમર્થકો વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું જેમાં ૭ લોકોનાં મોત નિપજ્યાં છે અને પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. ભારતના ૮૦૦ શીખો લાહોરમાં અટવાયાં છે.
પાકિસ્તાનના કટ્ટરપંથી સંગઠનના નેતા સાદ રિઝવીની ધરપકડ બાદ પાકિસ્તાનમાં તેમના સમર્થકો રોડ પર આવીને હિંસા આચરી હતી જે સતત બીજા દિવસે પણ લોહિયાળ બની હતી.સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું જેમાં સંગઠનના લોકોએ બારે પથ્થરમારો કર્યો હતો જેમાં પોલીસે વળતો જબાબ આપતાં ફાયરીંગ કરી હતી. આ ઘટનામાં ૭ લોકોના મોત નિપજ્યાં છે અનેક લોકો ઘાયલ થયાં છે. આ હિંસાને લીધે ગુરૂદ્વારા પંજાબ સાહિબની યાત્રાએ ગયેલા ૮૧૫ શીખ લોકો લાહોરમાં અટવાયાં છે તેમની ૨૫ બસો ત્યાં અટવાઇ છે. પાકિસ્તાનના પ્રશાસને જણાવ્યું હતું કે ભારતીય શ્રદ્વાળુઓની સલામતી અમારી જવાબદારી છે . તેમને સહી સલામત પહોચાડવાની જવાબદારી અમારી છે.