વડોદરા, તા.૧૭
નાગરવાડામાં આમલી ફળિયા વિસ્તારમાં અશાંતધારાનો ભંગ મકાનોના વેચાણ કરાતાં રજૂઆત કરાઈ હતી. આમલી ફળિયા તેમજ ખોડિયાર માતાના ખાંચામાં તમામ હિન્દુ પરિવારો રહે છે. અમે છેલ્લા ૧૦૦ વર્ષથી રહીએ છીએ. પરંતુ છેલ્લા ૧૦ વર્ષમાં અમુક હિન્દુ પરિવારોએ જાણ કર્યા વગર ગેરકાયદે મુસ્લિમ પરિવારોને મિલકતો વેચાણથી આપેલ છે અને એ મકાનના દસ્તાવેજાે અને બીજા અન્ય સરકારી કાગળો કલેકટર ઓફિસ, સિટી સર્વે ઓફિસ અને અન્ય અશાંતધારાની ઓફિસોમાં કોની મંજૂરીથી વેચાણ કરી તેઓના નામે કરેલ છે. આ બાબતની જાણ ફળિયાના કોઈપણ વ્યક્તિ કે પરિવારને કરેલ નથી કે ના કોઈપણ જાતની સંમતિ લીધી નથી. સંમતિપત્રકો પર નાગરવાડા યુવક મંડળમાંથી કોઈએ સહી પણ કરેલ નથી. આ સંમતિપત્રકો પર સહીઓ છે તે અમારી જાણ બહારની ખોટી સહીઓ છે જે ગેરકાયદે છે. આ અંગે મુસ્લિમ પરિવારોને પ્રશ્ન પૂછતાં તેઓએ અમને કોઈ દસ્તાવેજ કે ભાગ કરાર બતાવેલ નથી. ત્યારે આ સંદર્ભે કાર્યવાહી કરવાની માગ કરી છે.