MLA શૈલેષ પરમારના જન્મ દિવસની ઉજવણીમાં કોરોના નિયમનો ભંગ, શુભકામના આપવામાં વેકસીન કાર્યકર્મ મોડો શરૂ થયો 

અમદાવાદ-

અમદાવાદમાં નેતાઓ જ કોરોના નિયમોનો ઉલાળિયો કરી રહ્યા હોય તેવી ઘટનાઓ અનેક વખત સામે આવી છે. આજે કોંગ્રેસનાં ધારાસભ્ય શૈલેષ પરમાર પોતાના જન્મ દિવસ નિમિતે વેકસીન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં કોરોના નિયમનો ભંગ થતો જોવા મળ્યો હતો. જન્મદિવસની શુભકામના આપવામાં લોકોના ટોળાં ઉમટ્યા હતા અને વેક્સિન કાર્યકર્મ મોડો શરૂ થયો હતો અને લોકોની લાઈનો લાગેલી જોવા મળી હતી.

શહેરના શાહઆલમ વિસ્તારમાં આવેલા સિલ્વર પાર્ટી પ્લોટમાં ધારાસભ્ય શૈલેષ પરમારના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેનું આયોજન કોર્પોરેટર શહેજાદખાન પઠાણ એ આયોજન કર્યું હતું. જન્મદિવસની ખુશીમાં તેંમને વેક્સિનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. આ આયોજનમાં લોકોના ટોળે ટોળાં ઉમટ્યા હતા. સામાજિક અંતર અને માસ્ક ભુલાઈ ગયા હતા. જો નેતાઓ જ આવા કાર્યકમોનું આયોજન કરશે તો કોરોનાની ત્રીજી લહેર જલ્દી જ અમદાવાદમાં આવશે. આ વેક્સિન કાર્યકર્મમાં લોકો શુભકામના આપવા એટલા લીન થઈ ગયા કે વેક્સિન કાર્યકમમાં મોડુ થઈ ગયું જેને લઈને લાંબી લાઈનો લાગી હતી. આજે વેજલપુર વિસ્તારમાં પણ ધારાસભ્ય દ્વારા વેક્સિન કાર્યકર્મનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પણ હોબાળો થવા પામ્યો હતો અને સોસિયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા... 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution