વિનેશ ફોગાટ રાજકારણમાં ઝુકાવશે : પિતરાઈ બહેન બબીતા ​​સામે વિધાનસભાની ચૂંટણી લડશે

ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટ સંભવતઃ આગામી દિવસોમાં યોજાનારી હરિયાણા વિધાનસભાની ચૂંટણી લડી શકે છે. તેની નજીકના લોકોએ મંગળવારે આ માહિતી આપી હતી. પરંતુ વિનેશે પહેલેથી જ કહ્યું હતું કે તે સક્રિય રાજકારણમાં નહીં આવે. જાે કે, તાજા સમાચાર મુજબ, કેટલાક રાજકીય પક્ષો તેને મનાવવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યા છે.આ દિગ્ગજ કુસ્તીબાજ પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં ફાઈનલમાંથી અયોગ્ય થયા બાદ મહિલા ફ્રી સ્ટાઈલ ૫૦ કિગ્રા ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવાની તક ગુમાવી ચૂકી છે. ૧૦૦ ગ્રામ વધારે વજનની તક ચૂકી ગઈ છે. હવે સમાચાર આવી રહ્યા છે કે પેરિસથી નિરાશ થઈને પરત ફરેલી રેસલર આગામી હરિયાણા વિધાનસભાની ચૂંટણી લડે તેવી શક્યતા છે. વિનેશ ફોગાટ કઈ પાર્ટીમાં જાેડાશે તે હજુ સુધી કન્ફર્મ થયું નથી. જાેકે, ફોગાટ પરિવારના નજીકના સૂત્રોએ કહ્યું, ‘હા, કેમ નહીં? હરિયાણા વિધાનસભામાં વિનેશ ફોગટ વિરૂદ્ધ બબીતા ​​ફોગટ અને બજરંગ પુનિયા વિરૂદ્ધ યોગેશ્વર દત્ત વચ્ચે મુકાબલો જાેવા મળે તેવી શક્યતા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution