દિલ્હી-
રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ મંગળવારે સ્ટાર રેસલર વિનેશ ફોગાટને અસ્થાયી ધોરણથી સસ્પેન્ડ કરી દીધી છે. ટોક્યો ઓલિમ્પિક દરમિયાન તેના પર ગેરશિસ્તનો આરોપ લાગ્યો છે. વિનેશ ઉપરાંત સોનમ મલિકને પણ નોટિસ આપવામાં આવી છે. બંને કુસ્તીબાજો ટોક્યો ઓલિમ્પિકમાં ખાસ કમાલ કરી શક્યા નથી.