હિંમતનગર-
વિજયનગરનાં અંદ્રોખા ગ્રુપ ગ્રામપંચાયતના તલાટી કમ મંત્રી ગીરીશભાઈ લક્ષ્મણભાઈ પટેલે એક અરજદાર પાસેથી મિલ્કતમાં વારસાઈ કરાવવાના કામકાજ અર્થે ૧૦ હજાર રૂપિયાની માંગણી કરતા સમસમી ઉઠ્યો હતો. તલાટીએ જાગૃત નાગરિકને મિલ્કતમાં વારસાઈ કરાવવાની હોય જે અંગે પેઢીનામુ તેમજ વારસાઈમાં નામ દાખલ કરાવવા કાર્યવાહી કરવા માટે ધરમધક્કા ખવડાવતા જાગૃત નાગરિક લાંચ આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કરતાં અરવલ્લી એસીબીએ છટકું ગોઠવ્યું હતું.
એસીબીની ટ્રેપ અંગે અજાણ તલાટીએ ખિસ્સું ભરવા ૧૦ હજાર રૂપિયા લેતો રંગે હાથે ઝડપી પાડ્યો હતો અને એસીબીએ વધુ તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં ભ્રષ્ટાચારની બદીએ માજા મૂકી છે. મોટા ભાગની સરકારી કચેરીઓમાં સરકારી કામકાજ માટે જતા અરજદાર પાસેથી યેનકેન પ્રકારે રૂપિયા પડાવાતા હોય છે.