કેરળમાં વિજયન સરકારની શપથવિધિ: સ્ટેડીયમમાં 500 આમંત્રિત

થિરૂવન્તપુરમ-

કેરાળામાં એલડીએફ સરકારની શપથવિધિ ફીઝીકલ યોજવાની હાઈકોર્ટે મંજુરી આપતા બપોર બાદ આ શપથવિધી યોજાશે. અગાઉ કોરોના પ્રોટોકોલના કારણે વર્ચ્યુઅલ શપથવિધિની માંગ સાથે હાઈકોર્ટમાં અરજી થઈ હતી અને એક તબકકે હાઈકોર્ટ આ શપથવિધિ સામે 'સ્ટે' આપ્યો હતો પણ બાદમાં મર્યાદીત લોકો સાથે શપથવિધિ યોજવા મંજુરી આપતા થિરૂવન્તપુરમમાં 500000 લોકોની ક્ષમતાવાળા સ્ટેડીયમમાં 500 લોકોને જ શપથવિધિમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે. આજે મુખ્યમંત્રી શ્રી પી.વિજયનના 21 સભ્યોના મંત્રીમંડળની શપથવિધિ યોજાશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution