અરવલ્લી : કોરોના રથનું અરવલ્લી જિલ્લામા આગમન થઈ ચૂકયું છે ત્યારે ભિલોડા મામલતદાર કચેરી થી ભિલોડાના માનનીય ધારાસભ્ય ડો. અનિલ જોષિયારાના હસ્તે લીલીઝંડી આપી પ્રસ્થાન કર વામાં આવ્યું હતુ. આ પ્રસંગે ભિલોડા મામલતદાર આર.પી.વણકર તાલુકા વિકાસ અધકારી શ્રી આર.આર બરજોડ તથા અગ્રણી શહેરી જન ઉપસ્થિત રહ્યા હતા. રથ પ્રસ્થાનના પ્રસંગે ભિલોડા ધારાસભ્ય માનનીય ડો.અનિલભાઈ જોષિયારા એ જણાવ્યું હતું કે સરકાર શ્રી દ્વારા લોકો ની જાગૃતિ માટે આ કોવિડ વિજય રથ નું જે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તે ખુબજ ઉમદા અને અભિનંદન ને પાત્ર છે લોકોને સાચી જાણકારી મળે અને જાગૃતતા કેળવાય તે માટેની આ અનોખી પહેલ ખરેખર સરાહનીય છે. હું ભિલોડા તાલુકા ની જનતા ને આ અભિયાન મા જોડાવા અપીલ કરું છું સાથે જ આ કોવિડ ની મહામારી ને સૌ સાથે મળીને હરાવિશું એવો વિશ્વાસ વકત કરું છું. રથ ના આ જનજાગૃતિ અભિયાન ની શરૂઆત થઈ છે ત્યારે ભિલોડા શહેર, મોહાનપુરા, જેશિંગપૂરા, પાલ્લા, શામળાજી તેમજ જિલ્લા ના શહેરી તથા ગ્રામીણ વિસ્તારો જેવા કે મોડાસા, મેઘરજ,માલપુર, બાયડ સાથે આગામી દિવસો મા અરવલ્લી જિલ્લાના અનેક વિસ્તારો મા પણ જનજાગૃતિ ફેલાવશે આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરો સહયોગ સાંપડી રહ્યો છે.