વિજય માલ્યાના દિકરા સિદ્ધાર્થ માલ્યાએ ખ્રિસ્તી વિધિ મુજબ લંડનમાં લગ્ન કર્યા

સિદ્ધાર્થ માલ્યાએ એની લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ જાસ્મિન સાથે લગ્ન કરી લીધા છે. કપલે ખ્રિસ્તી વિધિ સાથે લગ્ન કર્યા. સિદ્ધાર્થ માલ્યા અને જાસ્મિનની વેડિંગ તસવીર સામે આવી છે.ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાના દિકરા સિદ્ધાર્થ માલ્યાએ એની લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ જાસ્મિન સાથે લગ્ન કર્યા. થોડા સમય પહેલાં સિદ્ધાર્થ માલ્યાએ સોશિયલ મિડીયા પર આ વિશે જાણ કરી હતી કે ટૂંક સમયમાં લગ્નનાં બંધનમાં બંધાઇ. જ્યારે હવે ફાઇનલી એની લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ જાસ્મિનને પોતાની હમસફર બનાવી દીધી છે. લેટેસ્ટમાં સિદ્ધાર્થ માલ્યાએ એની તસવીરો સોશિયલ મિડીયામાં શેર કરી છે. આ તસવીરો ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. આ તસવીરમાં જાસ્મિન સિમ્પલ ગાઉનમાં જાેવા મળી રહી છે. આ સાથે સિદ્ધાર્થ ફોર્મલ કપડામાં જાેવા મળી રહ્યો છે. સિદ્ધાર્થ આ ટાઇપના કપડામાં સ્માર્ટ લાગી રહ્યો છે.સિદ્ધાર્થ માલ્યાએ ઇન્સ્ટા સ્ટોરી પર જે તસવીર શેર કરી છે એમાં પહેલી તસવીરમાં વાઇફની સાથે કારમાં બેસીને એની રિંગ ફ્લોન્ટ કરી રહ્યો છે. જ્યારે બીજી તસવીરમાં લગ્નની છે. આમ, તમને જણાવી દઇએ કે સિદ્ધાર્થ અને જાસ્મિન ખ્રિસ્તી વિધિ મુજબ લગ્ન કરીને એકબીજાને અપનાવ્યા છે. કપડા પણ આ અનુસાર પહેર્યા હતા.સૌથી પહેલાં બ્રાઇડ લુકની વાત કરીએ તો કપલે ક્લાસિક વ્હાઇટ કલરને પસંદ કર્યો હતો જેમાં કમાલના લાગી રહ્યા હતા. પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે જાસ્મિને સટલ મેક અપ કર્યો હતો જ્યારે વાળ કર્લી કર્યા હતા. દુલ્હાના લુકની વાત કરવામાં આવે તો આ દરમિયાન ક્લાસિક બ્લેક ટ્રાઉઝરમાં જાેવા મળ્યો જેની સાથે વ્હાઇટ શર્ટ અને બ્લેક બો કેરી કરી હતી. આ સાથે ઉપરથી સોલિડ ગ્રીન કલરનો વેલવેટનો સૂટ જેકેટ પહેર્યો હતો. આ લુકમાં સિદ્ધાર્થ ખૂબ ડેશિંગ લાગી રહ્યો હતો. સામે આવી તસવીરમાં સિદ્ધાર્થ અને જાસ્મિનના ચહેરા પર લગ્નની ખુશી જાેવા મળી રહી છે.આમ, તમને જણાવી દઇએ કે સિદ્ધાર્થ ગયા વર્ષે નવેમ્બરમાં જાસ્મિનને પ્રપોઝ કર્યું હતુ. જાસ્મિનને પ્રપોઝ કરતા સોશિયલ મિડીયા પર તસવીર શેર કરી હતી. આ તસવીરમાં હેલોવીન થીમ પર સિદ્ધાર્થ પ્રપોઝ કરતા જાેવા મળ્યા હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution