દિલ્હી-
વિજય માલ્યાનું કિંગફિશર હાઉસ વેચાઈ ગયું છે. એને હૈદરાબાદના એક પ્રાઈવેટ ડેવલપર્સ સેટર્ન રિયલ્ટર્સે 52 કરોડ રૂપિયામાં ખરીદી લીધું છે. કિંગફિશર હાઉસને ડેટ રિકવરી ટ્રેબ્યુનલે વેચ્યું છે. વેચાણ ભાવ એની રિઝર્વ પ્રાઈસ 135 કરોડથી લગભગ એક તૃતીયાંશ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, કિંગફિશર હાઉસને વેચવાના ઘણા પ્રયત્નો પછી પણ લેણદારોને કોઈ ખરીદનાર મળતું નહોતું. આ પહેલાં પ્રોપર્ટીની હરાજી 8 વખત નિષ્ફળ થઈ છે. લેણદારોમાં સરકારી બેન્કો સહિત નાણાકીય સંસ્થાઓ પણ સામેલ છે. કિંગફિશર હાઉસની હરાજી પહેલીવાર માર્ચ 2016માં કરવામાં આવી હતી. એમાં પ્રોપર્ટીની કિંમત- 150 કરોડ રુપિયા રિઝર્વ રાખવામાં આવ્યા હતા, પરંતુ પ્રોપર્ટીની હરાજી નિષ્ફળ ગઈ હતી.