વનવાસ જઇ રહેલાં પાંડવોને વિદુરે સફળતા મેળવવાના 4 સૂત્ર સમજાવ્યાં હતાં

મહાભારત જીવન જીવવાની કળાનો ગ્રંથ છે. જેમાં અનેક પ્રકારનું જ્ઞાન છે. વિવિધ પાત્રોએ પોત-પોતાની રીતે પરિસ્થિતિઓનો સામનો કરવાની શીખ આપી છે. જેમાંથી એક પાત્ર વિદુર છે. તેમણે પણ પોતાના જ્ઞાનથી અનેક લોકોને રસ્તો બતાવ્યો છે. તેમના આ જ્ઞાનને વિદુર નીતિ તરીકે સંગ્રહ કરવામાં આવ્યું છે.

જ્યારે પાંડવોને દુર્યોધન અને શકુનિએ જુગારમાં હરાવી દીધા અને તેમને ઇન્દ્રપસ્ત વગેરે છોડીને વનવાસમાં જવું પડ્યું ત્યારે અર્જુન અને ભીમે દુર્યોધન અને દુઃશાસનને મૃત્યુને ઘાટ પહોંચાડવા અને ઇન્દ્રપસ્થને પાછું મેળવવાની પ્રતિજ્ઞા લીધી હતી. ત્યારે વનવાસ જતાં પાંડવોને વિદુરને સમજાવ્યું કે, કેવા પ્રકારના લોકો પોતાના કામમાં સફળ થાય છે. વિદુરે તેમને જણાવ્યું કે, જે લોકો દઢ઼ સંકલ્પ સાથે કામ શરૂ કરે છે, સમયનો સંપૂર્ણ સદુપયોગ કરે છે અને પોતાના મન ઉપર હંમેશાં નિયંત્રણ રાખે છે, કોઇપણ કારણ વશ પોતાનો સંકલ્પ છોડતાં નથી. આ ચારેય ગુણ ધરાવતાં લોકો જ હંમેશાં સફળ થાય છે.

અર્થ- પહેલાં દઢ઼ નિશ્ચય સાથે કામ શરૂ કરે, કોઇપણ કારણવશ કામ રોકે નહીં, સમયનું હંમેશાં ધ્યાન રાખે અને પોતાના મનને વશમાં રાખે, તે જ વ્યક્તિ પંડિત કહેવામં આવે છે.

પહેલાં નિશ્ચય કરો પછી જ કામ શરૂ કરોઃ-

કોઇપણ કામને શરૂ કરતાં પહેલાં તેના વિશે સંપૂર્ણ રીતે મન મક્કમ કરવું જરૂરી હોય છે. સમજ્યા-વિચાર્યાં વિના શરૂ કરવામાં આવેલ કામ ક્યારેય પૂર્ણ થઇ શકતું નથી. વિદ્વાન વિદુર પ્રમાણે, કોઇપણ કામમાં મહારથ હાંસલ કરવા માટે તેને શરૂ કરતાં પહેલાં તેના વિશે સંપૂર્ણ રીતે તૈયાર રહેવું અને તેને સફળ કરવાનો નિશ્ચય કરો. આવું કરવાથી તમને દરેક કામમાં સફળતા મળશે.

કોઇપણ કારણોસર કામને રોકશો નહીં:

અનેક લોકો જોશ અને ઉત્સાહમાં આવીને કામ શરૂ કરે છે, પરંતુ થોડાં સમય બાદ તેમનો રસ તે કામ પરથી ઓછો થવા લાગે છે અને તે કામને વચ્ચે જ છોડી દે છે. કોઇપણ કામની સફળતામાં આ સૌથી મોટું વિઘ્ન હોય છે. એટલે, ધ્યાન રાખવું કે, કોઇપણ કારણ કેમ ના હોય, પોતાના નિશ્ચય પર અડગ રહો અને કામને પૂર્ણ કર્યા વિના તેને છોડશો નહીં.

સમયની કિંમત સમજોઃ-

કોઇપણ મનુષ્યને સફળ અથવા અસફળ બનવામાં સમયનો સૌથી મોટો હાથ હોય છે. જે મનુષ્ય સમયની કિંમત સમજે છે, તે કોઇપણ કામને સરળતાથી કરી શકે છે. સમયનો દુરૂપયોગ કરનાર વ્યક્તિ ક્યારેય જીવનમાં ઊંચાઈ કે સફળતા હાંસલ કરી શકતો નથી. કોઇપણ અન્ય ગતિવિધિમાં સમય બરબાદ કરશો નહીં.

મનને વશમાં રાખોઃ-

મનને વશમાં રાખનાર મનુષ્ય માટે એક ખૂબ જ મોટી ચુનોતી છે. દરેક વ્યક્તિનું મન ખૂબ જ ચંચળ હોય છે, તે એક જગ્યા કે એક કામ ઉપર અડગ રહી શકતું નથી. જે વ્યક્તિ પોતાના મન અને પોતાની ઇચ્છાઓને વશમાં રાખી શકતાં નથી, તે કોઇપણ કામમાં સફળ થઇ શકતાં નથી. જીવનમાં સફળતા મેળવવા માટે પોતાની બિનજરૂરી ઇચ્છાઓને વશમાં રાખીને સંપૂર્ણ રીતે પોતાના કામ પ્રત્યે સમર્પિત હોવું ખૂબ જ જરૂરી છે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution