હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રિયા ચક્રવર્તી ડેનિમ આઉટફિટમાં જોવા મળી હતી, જ્યારે નિખિલ કામથ બ્લેક કેઝ્યુઅલ પહેરેલા જોવા મળ્યા હતા. આમાં બંનેએ બ્લેક માસ્ક પહેર્યા છે. વળી, કામતે હેલ્મેટ પહેર્યું છે જ્યારે રિયાએ નથી. આ વીડિયો પછી બંને વચ્ચેના અફેરની ચર્ચાએ જોર પકડ્યું છે. ઝેરોધાના સહ-સ્થાપક નિખિલ કામથ તાજેતરમાં મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તી સાથે બાઇક ચલાવતા જોવા મળ્યા હતા. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે કામત સૌથી યુવા અબજોપતિ છે અને તેમની કુલ સંપત્તિ રૂપિયા ૯૦૦૦ કરોડથી વધુ છે. કામતના લગ્ન ૨૦૧૯માં થયા હતા, પરંતુ ૨૦૨૧માં છૂટાછેડા થઈ ગયા હતા.વીડિયોમાં જોઈ શકાય છે કે નિખિલ કામત બાઇક ચલાવી રહ્યો છે, જ્યારે તેની પાછળ રિયા ચક્રવર્તી બેઠી છે. વીડિયોમાં રિયા ચક્રવર્તી ડેનિમ આઉટફિટમાં જોવા મળી હતી, જ્યારે કામત બ્લેક કેઝ્યુઅલ પહેરેલો જોવા મળ્યો હતો.