દિગ્ગજ ડાન્સર અસ્તાદ દેબુનું નિધન

મુંબઇ  

પ્રાચીન ભારતીય નૃત્ય શૈલી કથક અને કથકલીને જોડીને નવું ડાન્સ ફોર્મ તૈયાર કરનારા ધુરંધ ડાન્સર અસ્તાદ દેબુનું નિધન થયું હતું. આજે ગુરૂવારે સવારે મુંબઇમાં 73 વર્ષની વયે દેબુએ અંતિમ શ્વાસ લીધા હોવાની જાણકારી તેમના કુટુંબીજનોએ આપી હતી. તેમણે પ્રાચીન અને અર્વાચીન નૃત્ય શૈલીનો સમન્વય કર્યો હતો. આ દિશામાં તેઓ પાયોનિયર ગણાતા હતા. 

તેઓ પોતાની પાછળ એક સમૃદ્ધ વારસો છોડી ગયા હતા. તેમના ઘણા શિષ્યો દુનિયાભરમાં ડાન્સર્સ તરીકે પ્રસિદ્ધ છે. 1947ના જુલાઇની 13મીએ નવસારી (ગુજરાત)માં જન્મેલા અસ્તાદે કથકની તાલીમ ગુરુ પ્રહ્લાદ દાસ અને ઇ કે પનીક્કર પાસે લીધી હતી. નૃત્યની દુનિયામાં સતત પચાસ વર્ષ સુધી તેમણે સ્ટેજ પ્રોગ્રામ્સ કરવા ઉપરાંત અનેક યુવાનોને તાલીમ આપી હતી.

દેબુએ બોલિવૂડમાં મણી રત્નમ અને વિશાલ ભારદ્વાજ જેવા ધુરંધરો સાથે કામ કર્યું હતું. એમને સંગીત નાટક એકેડેમી એવોર્ડ અને પદ્મશ્રીની નવાજેશ થઇ હતી.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution