કોંગ્રેસના દિગજ્જ નેતા શક્તિસિંહ ગોહિલને ફેફસાનું ઈંફેકશન, જાણો ડોકટરે શું આપી સલાહ

ગાંધીનગર-

કૉંગ્રેસના દિગ્ગજ નેતા, બિહારના પ્રભારી તેમજ રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલ કોરોનાથી સ્વસ્થ થયા બાદ તેમને ફેફસાનું ઈંફેકશન થયું છે. ફેફસામાં ઈંફેકશન થતા હાલ તબીબોની દેખરેખ હેઠળ છે. શક્તિસિંહભાઈએ જ ટ્વીટ કરી આ અંગે માહિતી આપી હતી. પોતાના સમર્થકો અને સથી કાર્યકરોને અપીલ કરી હતી કે, મુલાકાતીઓ સાથે વાત ન કરવા તબીબોએ સલાહ આપી છે. સ્વસ્થ થવામાં થોડો સમય લાગી શકે છે. આ સાથે જ તેમના સ્વાસ્થ્યની ચિંતા કરનારા તમામ શુભેચ્છકો અને સમર્થકોનો આભાર વ્યકત કર્યો હતો.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution