મુંબઇ
દક્ષિણ ભારત અને બોલિવૂડના જાણીતા અભિનેતા અને રાજનેતા રજનિકાંત ને અચાનક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. દિગ્ગજ અભિનેતાની તબિયત કથળતા તેમને હોસ્પિટલ (Hospital)માં દાખલ કરવામાં આવ્યા હતાં.
રજનીકાંત હાલ હૈદરાબાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમને બ્લડ પ્રેશરમાં વધઘટ થતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. અગાઉ રજનીકાંતનો કોરોનાનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો હતો.
કોરોનાના લક્ષણો જેવો ભાસ થતા રજનીકાંત જાતે જ આઈસોલેશમાં જતા રહ્યાં હતાં. જોકે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા કરોડો ચાહકોએ રાહતનો શ્વાસ લીધો હતો.