રાજકોટ-
વેરાવળ પાટણ સંયુકત નગરપાલીકાની રસપ્રદ બની રહેલ ચુંટણી જંગમાં ફોર્મ પરત ખેંચવાના દિવસે રાષ્ટ્રંવાદી જનચેતના પાર્ટીના બે સહિત સાત ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા રાજકારણ ગરમાયું છે જેથી હવે નગરપાલીકાની 44 બેઠકો પર 114 ઉમેદવારો મેદાનમાં રહયા હોવાનું જાણવા મળેલ છે. વેરાવળ પાટણ સંયુકત નગરપાલીકાની 44 બેઠકો માટે ચુંટણી યોજાનાર છે ત્યાારે સતાઘારી ભાજપમાંથી ટીકીટ ફાળવણીથી નારાજ થઇ પૂર્વ નગરપતિ રવિભાઇ ગોહેલ, પૂર્વ ઉપપ્રમુખ ઉદયભાઇ શાહની આગેવાની હેઠળ 1ર સભ્યોાએ ત્રણ વોર્ડમાં પેનલ બનાવી રાષ્ટ્રવવાદી પાર્ટીમાંથી નગરપાલીકાની ચુંટણીમાં ઝંપલાવેલ છે.
દરમ્યામન ફોર્મ ચકાસણીમાં 44 ફોર્મ અમાન્ય થયા હતા જેમાં વોર્ડ નં.પ ના ભાજપના ઉમેદવાર કેશરબેન ભાનુભાઇ ચુડાસમાએ સૌચાલયનો દાખલો રજુ ન કરતાં ફોર્મ રદ કરાયેલ હતું જયારે બહુજન સમાજ પાર્ટીના ઉષાબેન લાલજીભાઇ ચાવડાએ યોગ્ય મેન્ડેટ રજૂ ન કરતા ફોર્મ રદ કરાયેલ અને આપના ઉમેદવાર દેવેન્દ્ર માંડાભાઇ ચોપડાએ ફોર્મ પરત ખેંચેલ હતું.
ફોર્મ પરત ખેંચવાના દિવસે સાત ઉમેદવારોએ ફોર્મ પરત ખેચી લીધેલ છે. જેમાં વોર્ડ નં.1 માંથી અર્ચના ભાર્ગવભાઇ ભટ્ટ, વોર્ડ નં.3 માંથી હસન અલી મલંગ, વોર્ડ નં. 7 માંથી મનસુખ રામજીભાઇ સુયાણી, વોર્ડ નં. 9 માંથી વિજય સામતભાઇ ગઢીયા, વોર્ડ નં.10 માંથી દિપક નારણભાઇ ચાંડેગરા અને વોર્ડ નં.11 માંથી દેવીબેન ચુનીલાલ ગોહેલ તથા અમીત તુલસીદાસ કોટીયાએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યાણ છે.