મુંબઇ
વરુણ ધવન અને તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ ઘણાં લાંબા સમયથી રિલેશનશિપમાં છે અને તેમના લગ્નની ચર્ચા પણ ઘણાં સમયથી ચાલી રહી હતી.
બોલિવૂડ એક્ટર વરુણ ધવન અને તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યા છે. તેમણે અલીબાગના એક રિસોર્ટમાં લગ્ન કર્યા કે જ્યાં કોરોનાની ગાઈડલાઈનનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. એવું જાણવા મળી રહ્યું છે કે તેઓના લગ્નની વિધિની શરૂઆત સાંજે 6.30 વાગ્યાથી શરૂ થઈ અને રાત્રે 10.30 સુધી ચાલી.
અહીં નોંધનીય છે કે વરુણ ધવન અને તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ ઘણાં લાંબા સમયથી રિલેશનશિપમાં છે અને તેમના લગ્નની ચર્ચા પણ ઘણાં સમયથી ચાલી રહી હતી. કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખતા તેમના લગ્નમાં માત્ર 40 લોકોને આમંત્રણ હતું. આ ફંક્શનમાં કરણ જોહર, મનીષ મલ્હોત્રા અને કૃણાલ કોહલી પણ પહોંચ્યા છે.
વરુણ ધવનના લગ્નના સ્થળે પહોંચનાર દરેક વ્યક્તિનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યો છે અને સહેજ પણ લક્ષણ જોવા મળે તેઓને ઘરે મોકલવામાં આવી રહ્યા છે. લગ્ન પ્રસંગના ફોટોગ્રાફ્સ અને વિડીયો લીક કરવા પર પ્રતિબંધ છે. રિસોર્ટની ચારેય બાજુ સિક્યોરિટી ગાર્ડ્સ હાજર છે.
મળતી માહિતી મુજબ, વરુણ ધવનના લગ્નમાં જમવાના મેન્યુમાં લેબનાન, મેક્સિકન અને ઈન્ડિયન ડિશ સામેલ કરવામાં આવી છે. વરુણ ધવન અને નતાશા દલાલના લગ્નનું રિસેપ્શન તારીખ 2 ફેબ્રુઆરીએ મુંબઈની એક ફાઈવસ્ટાર હોટેલમાં યોજાશે. જેમાં તેઓના નજીકના લોકો અને બોલિવૂડના મિત્રો હાજરી આપશે.