વિવિધ બેંકોએ ફક્ત ડિપોઝીટ ઉપરાંત લોનના વ્યાજદરમાં પણ વધારો કર્યો

વિવિધ બેંકોએ ફક્ત ડિપોઝીટ ઉપરાંત લોનના વ્યાજદરમાં પણ વધારો કર્યો


ભારતીય રિઝર્વ બેંકે છેલ્લા ઘણાં સમયથી રેપો રેટમાં કોઇ ફેરફાર કર્યો નથી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તમે જાેયુ હશે કે બેંકોમાં એફડીના રેટ વધી રહ્યા છે અને ત્યાં લોન લેવી ઘણી મુશ્કેલ થઇ રહી છે. આવો આની પાછળનું કારણ આપણે જાણીએ.

દેશમાં મોંધવારી કંટ્રોલ કરવા માટે ભારતીય રિઝર્વ બેંક દ્વારા રેપો રેટ વધારવાનું શરૂ કરવામાં આવ્યુ હતું. જે હાલ ૬.૫૦ ટકા સુધી વધી ગયો છે. આ વધારાને આશરે ૧૭ મહિના જેટલો સમયગાળો થઇ ગયો હોવા છતા રિઝર્વ બેંક દ્વારા આમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી. પરંતુ આ વિષયે જાેવા મળ્યુ કે બેંકોએ ફક્ત ડિપોઝીટ ઉપરાંત લોનના વ્યાજદરમાં પણ વધારો કર્યો છે. આ વિષયના ઉંડાણમાં જતા તમને ઇમ્ૈં ચિંતા નજરે ચઢશે જેની તેઓ છેલ્લા ઘણા મહિનાથી વાત કરી રહ્યા છે. ઇમ્ૈંની ચિંતાનું કારણ એ છે કે છેલ્લા ઘણા સમયથી દેશમાં નાની અને અસુરક્ષિત લોન લેવાના પ્રમાણમાં વધારો નોંધાયો છે. જે બાબતે ઇમ્ૈં દ્વારા પગલાં પણ ભરવામાં આવ્યા છે. દેશભરની બેંકો એ પણ આ વિષયે રસ્તો કાઢી લીધો છે.

બેંક મોટા ભાગે વિવિધ સોર્સ દ્વારા ફંડ જમા કરતી હોય છે. જેમાં તેઓને ફિક્સ વ્યાજ આપવામાં આવતુ હોય છે. જે બાદ આ પૈસાને લોન પર આપીને તેના વ્યાજ દ્વારા વધારે પૈસા ભેગા કરવામાં આવે છે. પરંતુ બેંક પોતાની ડિપોઝીટની નિશ્ચિત લિમિટ સુધી જ પૈસા લોન પર આપી શકે છે. બેંકને અમુક રૂપિયા પોતાની પાસે ઇમરજંન્સી ફંડ તરીકે રાખવા પડે છે. જેને ક્રેડીડ-ડિપોઝીટ રેશિયો કહેવામાં આવે છે.

હાલના સમયે જાેવા જઇએ તો બજારમાં લોનના વધતા જતા પ્રમાણને લઇ બેંકો તેમની ડિપોઝીટથી વધારે લોન આપી રહી છે. જેના માટે તેઓ પોતાના સરકારી બોંડને પણ સેલ આઉટ કરી રહ્યા છે. આપણે બેંકોના ક્રેડિટ-ડિપોઝીટ પર નજર ફેરવીએ તો જાેવા મળશે કે એચડીએફસી બેંક તેના ડિપોઝીટ કરતા ૧૦૪ ટકા ગણી લોન આપી રહી છે. એક્સિસ બેંક પણ આ બાબતે ૯૦ ટકા સુધી પહોંચી ગઇ છે. પરંતુ સામાન્ય રીતે આ પ્રમાણ ૮૦ ટકા જેટલુ જ હોય છે.હાલમાં ઇમ્ૈં ગવર્નર શક્તિકાંત દાસએ દેશની તમામ કમર્શિયલ બેંકોના ચીફ ફાઇનાન્સ ઓફિસરની સાથે બેઠક કરી હતી. જેમાં આ ગંભીર મુદ્દા પર નિર્દેશ આપ્યા હતા કે બેંક તેના ફાઇનાન્સ ઓડિટમાં નિયમોનું ફરજિયાત પાલન કરે. ત્યારે આ નિર્દેશના આધારે તમામ બેંકોએ તેમની ડિપોઝીટ વધારવાનો પ્રયત્ન શરૂ કર્યો છે.

અત્યારના સમયે દેશની બેંકોએ નવી એફડી અને સેવિંગ સ્કીમ લોંચ કરી છે. જેમાં સામાન્ય વધારે વ્યાજ આપવામાં આવે છે. જેના કારણે લોકોને ડિપોઝીટના કારણે ફાયદો મળી રહ્યો છે. ભારતીય સ્ટેટ બેંક એ અમૃત વૃષ્ટી એફડી શરૂ કરી છે. જેમાં ૪૪૪ દિવસના રોકાણ પર ૭.૨૫ ટકા સુધીના વ્યાજ આપવામાં આવી રહ્યા છે. આ પ્રકારે બેંક ઓફ બરોડા મોનસુન ધમાકામાં ૬૬૬ દિવસ પર ૭.૧૫ ટકા અને ૩૯૯ દિવસ પર ૭.૨૫ ટકા વ્યાજ આપવામાં આવી રહ્યુ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution