અમેરિકા સરકારમાં ભારતીય મૂળના વનિતા ગુપ્તા એસોસિએટ એટર્ની જનરલ પદે નિયુક્ત

વોશ્ગિંટન-

અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાયેલા જાે બાઈડને ન્યાય વિભાગના મહત્વપૂર્ણ પદો પર નિમણૂંક કરવાની જાહેરાત કરી છે. આ લોકોમાં ભારતીય અમેરિકન વનિતા ગુપ્તાનું નામ પણ છે. વનિતા ગુપ્તાને એસોસિએટ એટર્ની જનરલ તરીકે નિમ્યા હતા.

યુએસ સરકારમાં ભારતીય મૂળની વનિતા ગુપ્તા એસોસિએટ એટોર્ની જનરલના પદ પર નિયુક્તિ કરવામાં આવી છે. વનિતા ગુપ્તા કાયદાના અભ્યાસુ છે. ભારતીય મૂળના અમેરિકન વનિતા ગુપ્તા 38 આફ્રિકી અમેરિકનને છોડાવવાના કેસમાં પ્રકાશમાં આવ્યા હતા. આ કેસમાં 38 લોકો ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવ્યા હતા, જેમને વનિતા ગુપ્તાએ મદદ કરી હતી. આ કેસમાં 60 લાખ ડોલરની રકમ પણ અપાઈ હતી. અમેરિકામાં નાગરિકોના અધિકારો પર કામગીરી તેઓ કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોના હંગામાની વચ્ચે કોંગ્રેસના બન્ને સદનોમાં આજે જાે બાઈડન અને કમલા હેરિસની જીત પર મોહર લાગી છે. અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાયેલા જાે બાઇડેને ભારતીય અમેરિકન વનિતા ગુપ્તાને એસોસિએટ એટર્ની જનરલ તરીકે નિમ્યા હતા અને એટર્ની જનરલ માટે જજ મેરિક ગારલેન્ડની પસંદ કર્યા હતા.

હવે 20મી જાન્યુઆરીએ જાે બિડેન દેશના ૪૬માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રથમ વખત પોતાની હાર સ્વીકારી અને સત્તાના વ્યવસ્થિત સ્થાનાંતરણ વિશે જણાવ્યું છે. કોંગ્રેસના સંયુક્ત સત્રમાં 3 નવેમ્બરે ચૂંટણીમાં રાષ્ટ્રપતિ બોર્ડેન અને ઉપપ્રમુખ પદ માટે કમલા હેરિસની જીતની પુષ્ટિ કરવામાં આવી છે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution